તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફળોના રાજાની એન્ટ્રી:નવસારી માર્કેટયાર્ડમાં કેરીનું વહેલું આગમન, સારા બોલતા ભાવથી ખેડૂતોમાં ખુશીની લહેર

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 એપ્રિલની જગ્યાએ 1 એપ્રિલથી આગમન,બે દિવસમાં 2100 મણ કેરી ઠલવાઈ

નવસારી એપીએમસીમાં કેરીનો જથ્થો 10 દિવસ વહેલો ચાલુ સાલ આવવાની શરૂઆત થઈ છે. હવે ક્રમશઃ જથ્થો વધવા લાગ્યો છે અને બે દિવસમાં 2100 મન કેરી માર્કેટમાં આવી છે. આમ તો નવસારી એપીએમસી માર્કેટમાં કેરીનો જથ્થો 10 એપ્રિલના અરસામાં આવવાની શરૂઆત થાય છે, જોકે ચાલુ સાલ 10 દિવસ વહેલો એટલે કે 1 એપ્રિલથી માલ આવવાનું શરૂ થયું હતું.

શરૂઆતમાં ઓછો જથ્થો આવતો હતો પણ હવે વધુ કેરી આવવા લાગી છે. જેમાં 11મીના રોજ 806 મન અને 12મી એપ્રિલના રોજ 1304 મન જેટલી કેરી હરાજી માટે આવી હતી. આ કેરી સમગ્ર જિલ્લાભરમાંથી આવી રહી છે.એપીએમસીમાં ઠલવાયેલ કેરીનો જથ્થો અહીંથી મુંબઇ, રાજસ્થાન, દિલ્હી વિગેરે જગ્યાએ જાય છે. આમ તો કેરીની અનેક જતો માર્કેટયાર્ડમાં આવી રહી છે, પણ વધુ જથ્થો કેસર કેરીનો જ આવી રહી છે.

કેરીના 20 કિલો(મન)ના ભાવ પણ સારા બોલાઈ રહ્યા છે. કેસરના 725થી 1650 રૂપિયા તો હાફૂસના ભાવ 790થી 1550 સુધી બોલાઈ રહ્યા છે. અન્ય જાતની કેરીના ભાવ પણ સારા બોલાઈ રહ્યા છે. જેને લઇ ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઇ છે.

12મીએ બોલાયેલ 20 કિલોના ભાવ
કેસર- 725 થી 1650
હાફૂસ- 790 થી 1550
દશેરી- 605 થી 1270
રાજપુરી- 500 થી 600
દેશી- 250 થી 700
લંગડો- 500
જમાદાર- 505 થી 700
બદામી- 575

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો