કેન્દ્રીય રાજ્યમંત્રીનું અજ્ઞાન:નવસારીમાં એક કાર્યક્રમ દરમિયાન દર્શના જરદોશે 31 ઓકટોબરને સરદાર પટેલની જન્મતિથિના બદલે પુણ્યતિથિ ગણાવી!

નવસારીએક મહિનો પહેલા
  • નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લગત કાર્યક્રમમાં હાજરી દરમિયાન નિવેદન આપ્યું

31 ઓકટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી. જેની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામા આવે છે. પરંતુ, કેંદ્રીય રેલ રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા નવસારીમાં આયોજીત બુલેટ ટ્રેનના એક કાર્યક્રમ દરમિયાન 31 ઓકટોબરને સરદાર પટેલની જન્મતિથિના બદલે પુણ્યતિથિ ગણાવી હતી. કેંદ્રીય મંત્રીના આ નિવેદનના કારણે ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કાર્યક્રમમાં હાજરી આપી
સુરતના સાંસદ અને કેંદ્રીય રેલ અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે નવસારીમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.આધુનિક ટેકનોલોજીના સહારે કોઈપણ સાંધા વગરના સ્પાન ગર્ડરમાં કોન્ક્રીટ નાખી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન દરમિયાન જ મંત્રીનું 31 ઓકટોબરને લઈ અજ્ઞાન છતુ થયું હતું.

નવસારીમાં કોઈપણ સાંધા વગરનું સૌથી લાંબુ ગર્ડર બનશે
ભારતમાં બાંધકામ ઉદ્યોગમાં સૌથી વજનદાર ગર્ડર નવસારીમાં બનનારો હશે. 40 મીટર પહોળું ગર્ડર એક સિંગલ પીસ તરીકે નિર્માણ પામી રહ્યું છે એટલે કે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાંઘા વિના જે 390 ધન મિટર કોન્ક્રીટ અને 12 મેટ્રિક ટન સ્ટીલ સમાવે છે.

ગર્ડરની ખાસિયત શું છે?
સુપર સ્ટ્રક્ચર માટેના મોટા ભાગના ગર્ડર્સ ફૂલ સ્પાનના 30, 35 અને 40 મીટરના લાંબા હશે, છતાં જ્યાં સાઇટ પર અડચણ છે ત્યાં પ્રિ કાસ્ટ સેગમેન્ટના સેગમેન્ટલ લોચિંગનો ઉપયોગ કરવામાં આવશે. ફૂલ સ્પાન ગર્ડરને સેગમેન્ટલ ગર્ડર કરતાં પ્રાથમિકતા આપવામાં આવે છે કારણ કે. ફુલ સ્પાન ગર્ડર લોંચિંગ પ્રોસેસ સેગમેન્ટલ ગર્ડર લોથિંગ કરતા 7 ગણી ઝડપી છે.

યાર્ડની ખાસિયત શું છે ?
ગર્ડરના કાસ્ટિંગ માટે 23 કાસ્ટિંગ યાર્ડ આખા રેલવે માર્ગ પર વિકસાવાઈ રહ્યા છે. યાર્ડ 16 થી 93 એકર વિસ્તારમાં જરૂરત મુજબ પથરાયાં છે અને સમગ્ર હાઇ સ્પીડ રેલવે માર્ગને અડીને સ્પાન બનાવવા આપવામાં આવેલા છે. ગુણવત્તાસભાર ગર્ડરના ઝડપી કસ્ટિંગ માટે હાઈડ્રોલીક ઑપરેટેરેડ પ્રિ ફેબ્રિકેટેડ મોલ્ડ સાથેનો કસ્ટિંગ બેઝ બનાવવા માટેના જીગ્સ કેયિંગ પ્લાન્ટ, ભેગા થયેલા ઢગલા /સ્ટેકિંગ એરિઆ સિમેન્ટ સાઈલોઝ, કવોલોટી લેબોરેટરી અને કામદાર કેમ્પ દરેક યાર્ડમાં વિકસાવવામાં આવ્યાં છે. કસ્ટિંગ યાર્ડનું પ્લાનિંગ અને લોંચિંગ માટે હેવી મશીનરી વસાવવામાં આવી છે, જે દર મહીને 300 સ્પાન બોક્સ ગર્ડર કાસ્ટિંગ કરે અને લોંચિંગ જરૂરિયાતને પહોંચી વળે અને જે મહિનામાં લગભગ 12 કિ.મી સુપર સ્ટ્રક્ચર કસ્ટીંગ અને ઇરેકશન થવા જાય છે. મુંબઈથી અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેકટ 508 કિ.મી લાંબો છે. તેમાંથી 352 કિ.મી ગુજરાત અને ઇદરા નગર હવેલી માંથી ટ્રેન પસાર થશે અને બાકીના 15 કિ.મી મહારાષ્ટ્રમાં ટ્રેન દોડશે.

અન્ય સમાચારો પણ છે...