• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Due To Ill Health Of Navsari District Congress President Siddharth Desai, The Responsibility Of Acting President Has Been Handed Over By The Pradesh Samiti To Shelesh Patel.

વરણી:નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈની નાદુરસ્ત તબિયતને કારણે પ્રદેશ સમિતિ દ્વારા કાર્યકરી પ્રમુખ તરીકે શેલેશ પટેલને જવાબદારી સોંપાઈ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સંગઠનમાં તાલુકા સંગઠનના સભ્યને મોટી જવાબદારી મળી

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈની નાદુરસ્ત તબિયતને કારણે પ્રદેશ સમિતિ દ્વારા કાર્યકરી પ્રમુખ તરીકે ચીખલી વિસ્તારના આગેવાન શેલેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના મોટા ભાગના સંગઠનના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.નવસારી જિલ્લામાં છેલ્લા અનેક વર્ષીથી કોંગ્રેસ પાર્ટી નિષ્ક્રિય અને નિષ્પ્રાણ થઈ હતી. જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ માત્ર ચીખલી પોતાના નિવાસ સ્થાનેથી વોટ્સએપ થી કોંગ્રેસ પાર્ટી ચલાવતા હતા તેવી ચર્ચા અને રોષ કોંગ્રેસના આગેવાનો ઠાલવતા હતા. અનંત પટેલે જિલ્લાની આગેવાની લેતા વિરોધ પ્રદર્શનના કાર્યકરોમાં કાર્યકરો દેખાતા થયા હતા.

ત્યારબાદ જિલ્લામાં કોંગ્રેસની નોંધ લેવાતી થઈ હતી. ગત નવસારી વિજલપોર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 1 સીટ જીતવામાં સફળતા મળી હતી. જેની સામે 5 વર્ષ અગાઉ કોંગ્રેસ પાસે નવસારી નગરપાલીમાં 4 વોર્ડમાં 14 અને વિજલપોર માં 3 સીટ સાથે વિપક્ષમાં સાશન હતું. જેમાં હાલમાં વોર્ડ નંબર 4 માં માત્ર 1 સીટ પર તેજલ રાઠોડ વિજયી બન્યા છે. જિલ્લામાં કોંગ્રેસને બેઠું કરવું એ એક મોટો પડકાર છે. કારણ કે ભાજપ જે ગતિથી જાતિગત સમીકરણમાં આગળ વધી રહ્યું છે.

તે જોતા કોંગ્રેસ સંગઠન પાસે સમય ઓછો અને કામ વધુ છે.આગામી 2022 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જિલ્લાની 4 સીટ પૈકી માત્ર વાંસદા વિધાનસભામાં કોંગ્રેસનું સાશન છે. આદિવાસી સમીકરણ અને સ્થાનિક મુદ્દાઓને લઈને અનંત પટેલ એક પ્રભાવશાળી ધારાસભ્ય સાબિત થયા છે. ત્યારે જલાલપોર, નવસારી અને ગણદેવી વિધાનસભામાં ભાજપનું સાશન છે ત્યારે હાલમાં ભાજપના નેતાગીરીમાં આવેલા ફેરફરમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી પદ આપીને ભાજપ પાર્ટીએ આદિવાસી સમાજને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દાઓ પર પણ કોંગ્રેસ સંગઠને વિચારવાનું છે અને ભાજપને વાંસદા વિધાનસભા આચકી લેતા બચાવવી એ નવા વરાયેલા કાર્યકરી પ્રમુખ માટે મોટો પડકાર અને મુખ્ય જવાબદારી રહેશે. જૂથબંધી, જાતિવાદ અને મનમુટાવમાંથી બહાર આવી કોંગ્રેસી કાર્યકરો જો જિલ્લામાં ભાજપને આગળ વધતા અટકાવવા રાતદિવસ એક કરીને મંડી પડે તેના સકારાત્મક પરિણામો મતદાનમાં ફેરવાશે અને વિધાનસભામાં સારા પરિણામ મળશે.

અન્ય સમાચારો પણ છે...