• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Due To Heavy Rains In Vansada, On The Way From Surkhai To Unai, Wherever You Look, There Is Only Water, Devotees Are Forced To Go Out Of The Water In Dhinchanas.

યાત્રાધામ ઉનાઈથી DBનો ગ્રાઉન્ડ રિપોર્ટ:વાંસદામાં ધોધમાર વરસાદથી સૂરખાઈથી ઉનાઈ જતાં માર્ગ પર જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી, ભક્તો ઢીંચણસમાં પાણીમાંથી જવા મજબુર

નવસારી3 મહિનો પહેલાલેખક: હિતેષ સોનવણે
  • માર્ગ પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર ખોરવાયો, ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી
  • પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા સ્થાનિકોએ તંત્ર પર ફિટકાર વરસાવ્યો

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે, આ વરસાદ રાહતને બદલે આફત હોવાનું સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના વાંસદામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ તારાજી સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યાં છે. સૂરખાઈથી યાત્રાધામ ઉનાઈ જતા માર્ગ પર પાણી ભરાય ગયા હતા. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ભક્તોને ભારે હાલાકી પડી હતી. તેમજ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

લો લેવલ બ્રિજ પાસે અનેક ઘરોમાં પાણી ભરાયા
નવસારી જિલ્લામાં ચાર દિવસથી વરસી રહેલો સાંબેલાધાર વરસાદ રાહતને બદલે હવે આફ્ટ બનીને આવ્યો હતો. જિલ્લામાં વાંસદા તાલુકામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર 4 કલાકમાં જ 88 મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા નદી નાળા છલકાયા હતા. તેમજ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. વાંસદાના સુરખાઈથી ઉનાઈ માર્ગ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. લો લેવલ બ્રિજ પાસે આવેલા છ થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા.

ઉનાઈ જઈ રહેલા ભક્તોને હાલાકી
સુરખાઇથી યાત્રાધામ ઉનાઈ સુધી જતો મુખ્ય માર્ગમાં પાણી ફરી વળ્યા હતા. જેથી નજીક આવેલા ઘરોમાં પાણી ભરાયા છે. તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની નજીકના 5 ઘરોમાં પાણી ભરાતા પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જ્યારે ઘર વખરી પર પલળી જતા હજારોનું નુકસાન થયું હતું. આજે શયની એકાદશી હોવાથી ઉનાઈ માતાજીના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, પરંતુ સુરખાઈ સર્કલથી ઉનાઈ માર્ગ પર પાણી ભરાવાને કારણે ભક્તોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

છેલ્લા લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યાં
સ્થાનિક હસન માયતના જણાવ્યાં મુજબ અહીંથી ઉનાઈ જવાનો આ મુખ્ય માર્ગ છે. યાત્રાધામ ઉનાઈમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. પરંતુ હાલ ભારે વરસાદના કારણે અહિં ઘૂટણસમાં પાણી ભરાયા છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુના પાંચથી છ ઘરોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા અંગે વહીવટી તંત્રને જાણ કરી હોવા છતાં પણ કોઈ કામગીરી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...