નવસારી જિલ્લાના ઉપરવાસમાં ગત રોજથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નવસારીની પૂર્ણા નદીમાં ફરી પાણીની આવક વધી છે. નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં આજે સવારે નદીની સપાટી 10 ફૂટ હતી. એમા 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં જ દોઢ ફૂટથી વધુ એટલે 11.60 ફૂટ પર વહી રહી છે. પૂર્ણા નદી હાલ ફરી બે કાંઠે વહી રહી છે.
તંત્ર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે
નવસારીના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ પૂલ ફરી પાણીમાં ગરક થાય એવી સ્થિતિ બની છે. પૂલને અડીને પૂર્ણા નદી વહી રહી હોવા છતાં, ગ્રામજનો જોખમી રીતે પૂલનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે પૂર્ણા નદીના જળસ્તર વધતા કિનારાના ગામો તેમજ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવા સાથે તંત્ર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.