ઘોડાપૂર:નવસારી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ઓરંગા નદી ગાંડીતૂર બની, ધરમપુર-વલસાડ સાથેનો સંપર્ક કપાયો

નવસારીએક મહિનો પહેલા
  • વલસાડ અને ધરમપુર સાથેનો સંપર્ક કપાયો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ને લઈને નવસારી જિલ્લા અને વલસાડમાં વરસી રહેલા સતત વરસાદને કારણે લોકમાતાઓ ગાંડીતૂર બની હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ખેરગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાન અને ઔરંગા સહિતની લોકમાતા ગાડીતૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.તાન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા ખેરગામ તાલુકાના 3 કોઝવે પાણીમાં ગરક થયા છે,

ખેરગામથી ઔરંગા નદી પર બનેલો નાનો ડૂબાઉ પુલ પરથી મોટી સંખ્યામાં શહેરીજનો વલસાડ અને ધરમપુર સાથે સંપર્ક ધરાવે છે. જે નદીમાં પાણીની આવક વધતા ડૂબાઉ પુલ પાણીમાં ગરક થયો છે જેને લઈને ખેરગામ નો ધરમપુર અને વલસાડ સાથેનો સંપર્ક કપાયો છે.ખેરગામ તાલુકાના પાટી અને ખટાણાં ચીમનપાડા ને મરધમાળ અને ગરગડીયાને મરલાને જોડતો કોઝવે પાણીમાં ડૂબાવ ખેરગામ તાલુકાના ચાર કોઝવે પાણીમાં ડૂબાવ થતા લોકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી ખેરગામ તાલુકામાં 18 કલાકમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...