જાગૃતિ કાર્યક્રમો:ટ્રાફિક નિયમ ભંગ નહીં કરવા ચાલકોને ગુલાબ અપાયા

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવચેતી । નવસારીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના બીજા દિવસે હાઇવે પર જાગૃતિ કાર્યક્રમો

નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ના બીજા દિવસે ટ્રાફિક વિભાગ દ્વારા હાઇવે પર જાગૃતિને લગતા કાર્યક્રમો સવારે અને સાંજે નવસારી શહેરમાં ટ્રાફિક ભંગ કરનારાઓને ફૂલ અને પેમ્ફ્લેટનું વિતરણ કરી સમજ આપી હતી.

ભારત સરકારના વાહન વ્યવહાર અને હાઇવેઝ મંત્રાલય,નવી દિલ્હીના પત્ર આધારે પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ ટ્રાફિક બ્રાંચ,ગાંધીનગર દ્વારા સમગ્ર રાજયમાં 11થી 17 જાન્યુઆરી દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના બીજા દિવસે નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાય, નવસારી જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ ડો.જાગૃત જોષીને જરૂરી માર્ગદર્શન તથા સુચના આપી નાગરીકો વધુમાં વધુ ટ્રાફિક નિયમોથી માહિતગાર બને તે સારૂ સુચના આપી હતી. જેમાં હાઇવે પર જાગૃતિને લગતા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક ભંગ કરનારાઓને ફુલ અને પેમ્ફલેટનું વિતરણ કરી ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા હતા.

હેલ્મેટ નહીં પહેરનાર તેમજ પહેલી લેન પર હંકારનાર ચાલકોને પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું
નેશનલ હાઇવે નં-48 પર હેલ્મેટ વગર તેમજ પહેલી લેન પર વાહન હંકારનાર ચાલકોને બોરીયાચ ટોલનાકા પર અટકાવી ગુલાબનું ફુલ આપી ફરજીયાત હેલ્મેટ પહેરવા સમજ આપી હતી. એજ રીતે પહેલી લેન પર વાહન હંકારનાર ચાલકોને અટકાવી ફુલ તેમજ પેમ્ફલેટ વિતરણ કરી ટ્રાફિક નિયમનો અમલ કરવા સમજ આપી હતી. ટ્રાફિક નિયમ અંગેના 247 જેટલા પેમ્ફલેટ વિતરણ કર્યા હતા. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ કામગીરી ચાલુ રખાશે

ભિક્ષુકોને સમજ આપી ભોજન કરાવ્યું
ઉન સાંઇબાબા મંદિરમાં ભિક્ષુકોને માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ભિક્ષુકોને રાત્રિ દરમિયાન રોડ પર ઉંઘવાની જગ્યાએ સુરક્ષિત જગ્યાએ ઉંઘવા સારૂ સમજ કરી અને રસ્તો ક્રોસ કરતા સમયે જરૂરી તકેદારી રાખવા સમજ આપી હતી. જેથી રાત્રિ દરમિયાન કોઇ વાહનચાલક દ્વારા અકસ્માતનો ભોગ નહીં બને અને ભિક્ષુકોને ભોજન કરાવી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કર્યો હતો.

187 વાહન ઉપર રીફલેક્ટર લગાવ્યા
જે વાહનમાં રીફલેકટર નહીં હોય તેવા વાહનના આગળ-પાછળના રેડીયમ રીફ્લેક્ટર લગાવવાની કામગીરી નવસારી એઆરટીઓ બી.એન.ચૌહાણ સાથે કરી 187 જેટલા નાના-મોટા વાહનોમાં રીફલેકટર લગાડવાની કમગીરી કરી તથા ધોરીમાર્ગો પર બંધ પડેલ કે પાર્ક તથા ધીમી ગતિથી ચાલતા ટ્રક તથા ડમ્પર જેવા ભારે વાહનોની પાછળ રેડીયમ રીફલેકટર નહીં હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકને આગળનું વાહન નહીં દેખાતા અકસ્માતો થતા હોય તે બાબતે જરૂરી તકેદારી રાખી પોતાના વાહનમાં રીફલેકટર અવશ્ય લગાવવા સમજ કરી જરૂરી સૂચના આપી તથા ટ્રાફિક નિયમોના પેમ્ફલેટનું વિતરણ કર્યુ હતું.

વાહનો ઉ પર 50 બેનર લગાવ્યા
ગુરૂવારે લેનડ્રાઇવ અંતર્ગત કામગીરી કરવાની થતી હોય અને ભારે વાહનચાલકોમાં લેનડ્રાઇવ પ્રત્યે જાગૃતિ આવે તે સારૂ બોરીયાચ ટોલનાકા પર લેનડ્રાઇવ જાગૃતિ અંતર્ગત બેનરો લગાવાની કામગીરી હાથ ધરી 50 બેનર લગાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...