માર્ગ સલામતી સપ્તાહ:નવસારીના એસટી ડેપોના ડ્રાઇવર તેમજ કંડકટર અને કર્મચારીઓને માર્ગ સલામતીના નિયમોથી અવગત કરાયા

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માર્ગ સલામતી સપ્તાહ 2023ના ત્રીજા દિવસની ઉજવણી નવસારી ખાતે આવેલા એસટી ડેપોમાં કરવામાં આવી હતી. ત્યારે એસટી ડેપોના ડ્રાઇવર તેમજ કંડક્ટર અને કર્મચારીઓને માર્ગ સલામતીના નિયમોથી અવગત કરાવવામાં આવ્યાં હતા. તમામ ડ્રાઇવર અને કંડક્ટરો ઉપર સફર કરતા નાગરિકોની જવાબદારી હોવાથી ડ્રાઇવર અને કંડક્ટરની અકસ્માત નિવારણ અને સુરક્ષાને લઈને જવાબદારી કેટલીક વધી જાય છે. જેથી તેઓને ખાસ માર્ગ સલામતીના નિયમોથી અવગત કરાવવામાં આવ્યાં હતા.

બસના ડ્રાઇવરોને સીટબેલ્ટ પહેરવા માટે સૂચિત કરાયા
એસટી બસો જ્યારે પણ હાઇવે ઉપર જાય છે ત્યારે ફર્સ્ટ લેનમાં બસ નહીં ચલાવવા બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે તેને ટાળવા માટે સરકારી વિભાગોના તમામ કર્મચારીઓની સહાયારી ફરજના ભાગરૂપે પ્રયત્નો જરૂરી હોવાની વાત ટ્રાફિક PSI દ્વારા કરવામાં આવી હતી. માર્ગ સલામતી સપ્તાહ 2023ના ત્રીજા દિવસની ઉજવણી નવસારી ખાતે આવેલા એસટી ડેપોમાં કરવામાં આવી હતી. એસટી બસના ડ્રાઇવરોને સીટબેલ્ટ યોગ્ય રીતે પહેરવા માટે સૂચિત કરવામાં આવ્યાં હતા.

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક નવસારી તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને આરટીઓના અધિકારીઓ દ્વારા જિલ્લામાં માર્ગ સલામતિ સપ્તાહ ઉજવાય રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમની અંદર નવસારી જિલ્લા ટ્રાફિક PSI ડો. જાગૃત જોશી આરટીઓ ના પીએસઆઇ રાદડિયા તેમજ એસટી ડેપોના અધિકારી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...