તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ફર્સ્ટ લેનમાં ભારે વાહનચાલકો સામે ડ્રાઈવ, પ્રથમ દિવસે 47 કેસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં લોકડાઉન બાદ હાઈવે ઉપર વાહનવ્યવહાર પૂર્વવત થતા અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે માટે નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે નં. 48 ઉપર ભારે વાહનચાલકો પ્રથમ લેનમાં ચલાવતા હોય તેના ઉપર ડ્રાઈવ શરુ કરતા પ્રથમ દિવસે 47 કેસ કરવામાં સફળતા મેળવી હતી. આઇ.જી.પી. રાજકુમાર પાંડિયનના આદેશથી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા 14મીને બુધવારે હાઈવે નં. 48 પર ચીખલી,ખારેલ, સિસોદરા તથા ધોળાપીપળા ખાતે ચાર ટીમ બનાવી ફર્સ્ટ લેનમાં ચલાવતા ભારે વાહનચાલકો વિરૂદ્ધ લેનભંગના કેસની સતત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી સાંજ સુધીમાં ત્રીજા લેનનાં બદલે પ્રથમ લેનમાં જોખમી રીતે અકસ્માત કરી શકે તેમ હોય તેવા વાહન ચાલકો વિરૂદ્ધ આઈપીસી 279એ ભંગ બદલ 47 વાહનચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા ટ્રાફિક પીએસઆઈ હિતેન્દ્રસિંહ રાઓલજીએ જણાવ્યું કે પ્રથમ લેનમાં મોટાભાગે બાઈક ચાલકો અને મુસાફરી કરતા વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે પણ ભારે વાહનના ચાલકો પ્રથમ લેનમાં વાહનો હંકારીને અકસ્માત કરતા હોય છે,આ બાબતે જનજાગૃતિના કાર્યક્રમો પણ કર્યા હતા. લોકડાઉન બાદ પ્રથમ વખત ડ્રાઈવ શરૂ કરી છે જે સતત ચાલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો