તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જલાલપોરમાં ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનું કામ આખરે મોકૂફ, ગૌચરની જગ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સોમવારે આવેદનપત્ર અપાયું હતું

નવસારીના જલાલપોર વિસ્તારમાં લોકોના વિરોધના કારણે ડ્રેનેજ પંપિંગનું કામ આખરે મુલતવી રાખવું પડ્યું છે. સોમવારે સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યા બાદ મંગળવારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો.નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી કરોડો રૂપિયાની ડ્રેનેજ યોજનાના કામ ચાલી રહ્યા છે,જે અંતર્ગત ડ્રેનેજ પંપિંગ સ્ટેશન પણ બનાવાઈ રહ્યા છે. જલાલપોર વિસ્તારની ડ્રેનેજ યોજના માટે એક પંપિંગ સ્ટેશનનું કામ જલાલપોરના આહિરવાસ નજીક શરૂ કરાયુ હતું. જોકે સ્થાનિક લોકોએ આ જગ્યા ગૌચરની હોઈ તથા રહેણાંક વિસ્તાર નજીક હોય ત્યાં બનાવવાનો વિરોધ કર્યો હતો અને સોમવારે આ વિરોધ કરતું એક આવેદન પણ નગરપાલિકામાં સ્થાનિકોએ આપ્યું હતું.

મળતી માહિતી મુજબ મંગળવારે પુનઃ કામ શરૂ થતાં લોકો ભેગા થઈ ગયા હતા અને ભારે વિરોધ કર્યો હતો. આ મામલો પાલિકામાં ગયો હતો અને પાલિકાએ પંપિંગ સ્ટેશનનું કામ બંધ કરી તે જગ્યાએ કામગીરી મુલતવી રાખવાનો નિર્ણય લીધાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે જલાલપોર વિસ્તારમાં ઠેર ઠેર ડ્રેનેજની રાઇઝિંગ લાઇન પણ નાંખવાનું પ્લાનિંગ જે રીતે થઈ રહ્યું છે તે અંગે પણ ઘણાં નારાજ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો