પ્રમુખનો ફોન ન ઉપાડવો મોંઘો પડ્યો:ડ્રેનેજ અધિકારીની વોટર વર્ક્સ વિભાગમાં બદલી કરાઈ, પ્રમુખે વોટ્સએપ ગ્રુપમાં ઠાલવી હતી હૈયાવરાળ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી વિજલપોર નગરપાલિકામાં અધિકારીઓ નગરસેવકોને ગણકારતા ન હોવાનો આક્ષેપ

નવસારી વિજલપોર પાલિકાના અધિકારીઓ સામાન્ય કોર્પોરેટર કે ચેરમેનોની વાત તો ન સાંભળે પરંતુ પ્રમુખની વાત પણ ન કાને ધરતા હોવાનું ભાજપના જ સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ બાબતે પ્રમુખના કોઈક કામે ડ્રેનેજના અધિકારી ને ફોન કરવા છતાં અધિકારીએ પ્રમુખના ફોનની પણ અવગણના કરતા પ્રમુખ જીગીશ શાહે પાલિકાના વોટ્સેપ ગ્રુપમાં પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. જોકે આ બાબતે આ મેસેજ શહેરમાં વાઇરલ થતાં પાલિકા વર્તુળમાં હોબાળો મચ્યો હતો.

જેને લઇને ગઇકાલ સાંજે પાલિકા પ્રમુખે મનમાની કરનાર ડ્રેનેજ એન્જીનીયર રાજેશ ગાંધીની બદલી કરીને વોટર વર્કસના કીમેન બનાવવામાં આવ્યા છે અને શશીકાંત પટેલને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જિનિયર ના પદ પરથી બદલી કરી ડેપ્યુટી ડ્રેનેજ એન્જિનિયરનું પદ આપવામાં આવ્યું છે. નવસારી વિજલપોર પાલિકાના અધિકારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે સામાન્ય નગરસેવકને તો ગણકારતા નથી શહેરીજનોને 52 પૈકી 51 બેઠક ભાજપને આપી હોવા છતાં પાલિકામાં ભાજપી સભ્યો જ તેમના વિસ્તારના કામો જોઈતી માહિતી માટે લેખિતમાં રજૂઆત કરવી પડે છે તેમ છતાં કામો ન થતા હોય કેટલાક કોર્પોરેટરો હોય તો સામાન્ય જનની જેમ અરજી કરીને બારનીશી આપવાનું શરૂ કર્યું છે. ભાજપના કોર્પોરેટર નામ ન આપવાની શરતે જણાવ્યું કે પાલિકાના અધિકારીઓ હવે કોઈનું સાંભળતા નથી શાસક પક્ષના કેટલાક લોકો ની નસ તેમના હાથમાં હોય તો બેફામ બન્યા છે ત્યારે શહેરમાં ડ્રેનેજના કોઈ કામ અર્થે પ્રમુખ જીગીશ શાહ પાસે ફરિયાદ જતા તેમણે અધિકારી રાજેશ ગાંધી ને ફોન કરતાં તેમણે ફોન રિસીવ ન કર્યો હતો. વારંવાર ફોન કરવા છતાં ફોન ન ઉપાડતા ના છૂટકે એમણે પાલિકાના સોશિયલ મીડિયામાં તેમની હૈયા વરાળ ઠાલવી હતી અને કામ ન કરવું હોય તો રાજીનામું આપી દો એવું લખવું પડ્યું હતું. આ મેસેજનો સ્ક્રીન શોર્ટ વાયરલ થયો હતો અને ગકાકાલે અધિકારીના બદલીનો ઓર્ડર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...