જાહેરનામુ:નવસારી ફાટક નજીક ડ્રેનેજના ખોદકામથી ટ્રાફિક અસરગ્રસ્ત

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધિત, વૈકલ્પિક રૂટનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

નવસારીમાં રેલવે ફાટક વિસ્તારમાં રેલવે ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ ડ્રેનેજ શિફટીંગ કરવાની પણ જરૂરિયાત છે. આ ઉપરાંત વિજલપોર વિસ્તારના ડ્રેનેજના પાણીના નિકાલ માટે પણ ડ્રેનેજ લાઈનમાં સુધારણા જરૂરી છે. આ બાબતોને લઈ ડ્રેનેજની કામગીરી રેલવે ફાટક વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. રેલવે ફાટક વિસ્તારમાં (પશ્ચિમે) કામગીરી શરૂ કરવામાં આવતા અહીંથી પસાર થતા વાહનચાલકો અસરગ્રસ્ત થઈ રહ્યાં છે.

જોકે વાહનચાલકોને વધુ મુશ્કેલી નહીં પડે અને ટ્રાફિક નિયમન જળવાય તે માટે પાલિકા સહિત સંબંધિત વિભાગની રજૂઆત ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત રેલવે ફાટકથી જલાલપોર તરફ જતો રસ્તાને ‘પ્રતિબંધિત રૂટ’ જાહેર કર્યો છે, સાથે વૈકલ્પિક રૂટ તરીકે જલાલપોર તરફ જવા માટે મેઈન રોડથી રેલવે ગરનાળા અંડરપાસથી જઈ શકાશે એમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...