નિર્ણય:નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ સિમાંકનનો ડ્રાફ્ટ તૈયાર

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લેવલેથી ડ્રાફ્ટ ગાંધીનગર મોકલી અપાયો
  • વોર્ડ સિમાંકનનો અંતિમ નિર્ણય રાજ્યકક્ષાએ લેવાશે

નવસારી-વિજલપોર નગર પાલિકાના વોર્ડ સિમાંકનનો ડ્રાફ્ટ સ્થાનિક લેવલે તૈયાર થઈ ગાંધીનગર પહોંચી ગયો છે. સરકારે 22 જૂને સરકારે એક જાહેરનામુ બહાર પાડી વિજલપોર અને અન્ય નજીકના 8 ગામને નવસારીમાં ભેળવી દઈ નવસારી-વિજલપોર નગરપાલિકાની રચના કરી દીધી હતી.આ નિર્ણયને પગલે નવસારી અને વિજલપોર પાલિકા ઉપરાંત આઠેય ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડી બરખાસ્ત થઈ ગઈ હતી અને વહીવટદારનું શાસન આવ્યું હતું ત્યારબાદ નવી પાલિકામાં વસતિ અંતર્ગત 13 વોર્ડ હશે અને તેમાં કુલ કેટલી બેઠકો અનામત રહેશે તેની જાહેરાત પણ કરી દેવાઈ હતી. આ નિર્ણયો બાદ ખૂબ જ ઝડપથી નવી પાલિકાના નિર્ધારિત 13 વોર્ડનું સીમાંકન કરવા પણ આદેશ આવી ગયા હતા. મળતી માહિતી મુજબ આ આદેશ આવ્યા બાદ નવસારીમાં ઝડપથી નવી પાલિકાના વોર્ડ સીમાંકનનો ડ્રાફ્ટ બનાવવાની કામગીરી ચાલી હતી,જે સ્થાનિક લેવલે પૂર્ણ થયા બાદ નવસારીના અધિકારીઓ આ નવીન સીમાંકનનો ડ્રાફ્ટ લઈ ગાંધીનગર બે દિવસ પહેલા જઈ આવ્યા છે. હવે આખરી નિર્ણય રાજ્યકક્ષાએ લેવાશે.

છેલ્લે અધિકારીઓએ રાત દિવસ એક કર્યા
વોર્ડ સિમાંકન જલ્દીથી તૈયાર કરવા છેલ્લા 4 -5 દિવસ સ્થાનિક અધિકારી, કર્મચારીઓ એ રાત દિવસ એક કર્યા હતા. સામાન્યતઃ રુલિંગ પક્ષના અગ્રણીઓ તેમાં માથું મારતા હોઈ છે પરંતુ તેમાં ઘણાને ભનક આવવા દેવાઈ ન હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...