ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ-IFTDO-જીનીવા અને એશિયન રીજીયોનલ ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ-ARTDO-મનીલા એમ બે આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સલંગ્ન એવી ભારતમાં 1970થી કાર્યરત HRDની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ-ISTD-આઈ.એસ.ટી.ડી.ના નેજા હેઠળ 19-21 મે દરમિયાન નવી દિલ્હીમાં “નવા યુગને અનુરૂપ ચપળ અને કાર્યક્ષમ માનવ સંસાધન અને કાર્ય સંસ્કૃતિ તૈયાર કરવાની પ્રયુક્તિઓ” વિષય પર ત્રી-દિવસીય 49મી IFTDO-2022 World Conference & Exhibition યોજાઇ હતી.
આ ઉદઘાટન સમારોહમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાજીની અધ્યક્ષતામાં બે કેન્દ્રિય મંત્રીઓ, ખ્યાતનામ શિક્ષણવિદો, ટ્રેનર્સ, ઔદ્યોગિક ગૃહોના માંધાતાઓ અને 22 દેશના આઇકોનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં મૂળ માંડવીના રહીશ અને નવસારી યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ ડો. મેહુલ જી. ઠક્કરને HRD ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન “નેશનલ ફેલોશીપ” થી સન્માનિત કરાયા હતા. ડો. મેહુલ ઠક્કર છેલ્લા 50 વર્ષમાં આ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન મેળવનાર સૌથી યુવા વયના HRD ગુરૂ છે.
ડો. મેહુલ ઠક્કરે 12 ગોલ્ડ મેડલ, 12 રાજ્ય કક્ષાના, 22 રાષ્ટ્રીય અને 16 આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવ્યા બાદ આ વૈશ્વિક ફલકના ઇવેન્ટમાં ગુજરાતની ગરિમા અને ગૌરવ વધાર્યું છે. તેમણે વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો. આર. એમ. નાયકના હકારાત્મક માર્ગદર્શન અને કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના દીર્ઘદ્રષ્ટીથી કૃષિ યુનિવર્સિટીમાં અત્યારપર્યંત 540 કંપનીના પ્લેસમેન્ટ ઈન્ટરવ્યુ આયોજીત કરીને 1550થી વધુ વિદ્યાર્થીને 8.60 લાખના સર્વોચ્ચ પગારધોરણ સાથે નોકરીની તકો ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.