વરણી:ડો.મયુર પટેલ રાષ્ટ્રીય કારોબારીમાં 4 વર્ષ માટે સર્વાનુમતે સભ્ય નિમાયા

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનમાં નવસારીની એન્ટ્રી
  • ગુજરાતમાંથી​​​​​​​ સૌપ્રથમ વખત નેશનલ સ્પોર્ટસ ફેડરેશનમાં પસંદગી

ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનની વાર્ષિક જનરલ કાઉન્સિલ મીટિંગ અને ચુંટણી ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય અને દિલ્હી ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનની દેખરેખ હેઠળ હોટેલ આરકે પેલેસ નોઇડા ખાતે યોજાય હતી. જેમાં ગુજરાત રાજ્ય વેઈટલિફ્ટિંગ એસોસિએશન અને વેઈટલિફ્ટિંગ એસોસિએશન ઓફ નવસારી ડીસ્ટ્રીકના મંત્રી અને નારણ લાલ કોલેજ, નવસારી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.મયુર પટેલને ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનમાં રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય તરીકે ચાર વર્ષ (૨2021-2025) માટે સર્વાનુમતે ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ ચુંટણી દરમ્યાન ચુંટણી અધિકારી તરીકે દિલ્હી ડીસ્ટ્રીકટના નિવૃત્ત જજ નરિન્દર પોલ કૌશિક અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના નિરિક્ષક તરીકે સંયુક્ત સચિવ રાકેશ ગુપ્તા હાજર રહ્યા હતા.

ગુજરાતમાંથી પ્રથમ વખત નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાં રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય તરીકે ડૉ. મયુર પટેલની નિમણુંક થતા વેઈટલિફ્ટિંગ ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડો. મયુર પટેલ ઉપર અિભનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય વેઈટલિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ મિસ્ત્રી, સભ્યો, વેઈટલિફ્ટિંગ એસોસિએશન ઓફ નવસારી ડીસ્ટ્રીકના પ્રમુખ ડૉ. રૂસ્તમ સદરી અને રમત ગમત પ્રેમીઓએ ડૉ. મયુર પટેલની આ સિધ્ધીને બિરદાવી હતી અને તેઓ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી તમામ રમત પ્રેમીઓએ અિભનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...