સન્માન:નેશનલ એવોર્ડના જ્યુરી તરીકે ડો. મેહુલ ઠક્કર ફરી સન્માનિત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એવોર્ડ સ્વીકારી રહેલા નવસારીના શિક્ષણવિદ ડો. મેહુલ ઠક્કર. - Divya Bhaskar
એવોર્ડ સ્વીકારી રહેલા નવસારીના શિક્ષણવિદ ડો. મેહુલ ઠક્કર.
  • ઇનોવેટીવ ટ્રેનર એવોર્ડના આયોજનમાં સફળ કામગીરી

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ-IFTDO-જીનીવા અને એશિયન રિજીયોનલ ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ-ARTDO-મનીલા જેવી બે આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સલંગ્ન એવી ભારતમાં કાર્યરત HRDની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ-ISTD, નવી દિલ્હીના બેસ્ટ ચેપ્ટર જાહેર થયેલા એવા વડોદરા ચેપ્ટર દ્વારા જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ, લઘુ ઉદ્યોગ ભારતી તથા રીષભ સોફ્ટવેર કંપની સાથે મળીને ‘ઇનોવેટીવ ટ્રેનર એવોર્ડ-2022નું આયોજન કરાયું હતું.

જેમાં યન્ગેસ્ટ આમંત્રિત જ્યુરી તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના HRD શિક્ષણવિદ-ટ્રેનર ડો. મેહુલ જી. ઠક્કરે સફળતાપૂર્વક કામગીરી કરી હતી. તેઓની તજજ્ઞ સેવાને બિરદાવતા વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં, IIM-અમદાવાદના પ્રોફેસર ડો. રાજેશ ચંદવાની, ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IEEMA) ના પ્રેસિડેન્ટ વિપુલ રે, ISTD-નવી દિલ્હીના રિજીયોનલ વાઈસ પ્રેસિડેન્ટ દિલીપ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ એવોર્ડ સમારોહમાં તેઓનું ટ્રોફી-મેમેન્ટો સાથે સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...