સરકાર કોરોનાને નાથવા માટે વેક્સિનેશનના કાર્યક્રમ ખૂબ જ ઝડપી ચલાવી રહ્યા છે. ચોક્કસ આયોજન કરીને પાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં દરેક લોકોને વેક્સિનેશન હેઠળ આવરી લેવા માટે આયોજનબદ્ધ આયોજનની શરૂઆત કરવામાં આવી છે.અભિયાનની શરૂઆત પૈકી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જલાલપુર પાસેના ધમધમયા પુલ પાસે ધારાસભ્ય પિયુષ દેસાઈ સહીત નગરપાલિકાના પ્રમુખ જીગીશાની હાજરીમાં વેક્સિનેશન અભિયાન અને કઈ રીતે પાર પાડી શકાય તે માટે સંકલન કરાયું હતું. સાથે જ પર્યાવરણને હરિયાળું બનાવવા માટે ધારાસભ્ય પીયુષ દેસાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.નવસારી શહેર અને જિલ્લામાં કોરોનાનો તબક્કાવાર થયેલો ઘટાડો ઝડપી વેક્સિનેશન ને આભારી છે જેને જોતા બાકી રહેલા દરેક વોર્ડમાં લોકો વેક્સિનેટેડ થાય તે માટે પાલિકા અને સામાજિક સંસ્થાએ આગળ આવીને જવાબદારી નિભાવી છે.
ભાજપના હોદ્દેદારો અશોક ધોરજીયાના જણાવ્યા મુજબ વેક્સિનેશન ઝડપી કરવા માટે વોર્ડ નંબર 1અને 2 માં ડોર ટુ ડોર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે,જેમાં શહેર ભાજપ અને વંદે માતરમ ગ્રુપના સંયુક્ત પ્રયાસ રૂપે આ અભિયાન લોકઉપયોગી થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.