તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:નવસારીમાં 20 દિવસમાં પાંચ મસ્જિદની દાનપેટીના તાળા તૂટ્યાં, સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ, પોલીસમાં ફરિયાદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં આવેલી મસ્જિદમાં બપોરના સમયે કોઈ નહીં હોય ત્યારે દાનપેટીના તાળા તોડી પૈસા લઈ તસ્કર ભાગી છૂટ્યાની ઘટના બની હતી. સીસીટીવીમાં તસ્કર કેદ થયો હતો. છેલ્લા 20 દિવસમાં 5 મસ્જિદના દાનપેટીના તાળા તોડી નાણાં ચોરાઈ જવાની ઘટના બની છે. આ બાબતે કાગદીવાડ મસ્જિદના ટ્રસ્ટીઓએ ટાઉન પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. નવસારીમાં કાગદીવાડમાં આવેલ મસ્જિદે હમજાના ટ્રસ્ટીઓએ ટાઉન પોલીસ મથકે અરજી આપી હતી.

જેમાં જણાવ્યું કે 19મીને ગુરૂવારે બપોરના સુમારે મસ્જિદમાં મુકેલી દાનપેટીનું તાળું તોડી તસ્કર તેમાંથી આશરે 6 હજાર જેટલી રકમ લઈ ગયો હતો. નવસારી શહેરમાં આવેલી 5 જેટલી મસ્જિદમાં છેલ્લા 20 દિવસમાં દાનપેટી તોડી તેમાં મુકેલા નાણાં ચોરાઈ જવાની ઘટના બની છે. મસ્જિદોમાં મુકેલા સીસીટીવીમાં દાનપેટી તોડી જનાર તસ્કર દેખાઇ રહ્યો છે. જેની માહિતી પણ પોલીસને અપાઈ હતી. આ બાબતે લેખિતમાં અરજી આપી ચોરીની ઘટના અટકે તે માટે તપાસ કરવા અપીલ પણ કરાઈ હતી.

એક જ દિવસ માં બે મસ્જિદોની દાનપેટી તૂટી
નવસારી શહેરમાં આવેલી 5 મસ્જિદના દાનપેટીમાં થયેલ ચોરી બાબતે સીસીટીવીમાં અમે જોયું તેમાં એક છત્રી લઈને આવેલ વ્યક્તિ બપોરે ઝારાવાડ અને કલાક બાદ કાગદીવાડની મસ્જિદની દાનપેટીમાંથી નાણાં કાઢી લઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસને ધાર્મિક સ્થાનોમાં ચોરી કરનાર સામે ઝડપથી કાર્યવાહી થાય તે માટે અમે રજૂઆત કરી હતી. - રફીકભાઇ પટેલ, ટ્રસ્ટી, મસ્જિદ એ હમજા, કાગદીવાડ.

અન્ય સમાચારો પણ છે...