કાર્યવાહી:લગ્નમાં ડીજે પાર્ટી મોંઘી પડી, વરરાજાના પિતા સહિત ડી.જે.સંચાલક અને મંડપવાળાની ધરપકડ થઈ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગામે લગ્ન પ્રસંગમાં નિયમ કરતા વધુ લોકો ભેગા થતાં કાર્યવાહી થઇ

વૈશ્વિક મહામારીમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોની અમલવારી અંગે અનેકવાર શહેરીજનો દ્વારા ભંગ થતો જોવા મળે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા સહિત જાનૈયાઓની વધુ પડતી સંખ્યા મુસીબતનું કારણ બને છે. જેમાં લગ્નમાં ડીજે પાર્ટીમાં વધુ લોકોને બોલાવતા વરરાજાના પિતા સહિત ડી.જે.સંચાલક અને મંડપવાળાની ધરપકડ થઈ છે.લગ્નમાં નિયમ સંખ્યા કરતાં વધુ લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યાં હતા નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા કૃષ્ણપુર ગામે સંજય ટંડેલ જે માછીમારીનો વ્યવસાય કરે છે. તેના લગ્નમાં નિયમ સંખ્યા કરતાં વધુ લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યાં હતા. ત્યારે જલાલપોર પોલીસને આ મામલે બાતમી મળતા તે અંગે વેરીફીકેશન કરવા પહોંચતા પચાસ કરતાં વધુ જાનૈયાઓ નાચી રહ્યાં હતા. ત્યારે આ મામલે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી પોલીસે વરરાજાના પિતા શંકર ટંડેલ સહિત ડીજે સંચાલક અને મંડપવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

હાલ ત્રણેય આરોપીઓના જામીન થઈ ગયા

જલાલપુર પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી મુજબ હાલ ત્રણેય આરોપીઓના જામીન થઈ ગયા છે. ત્યારે ડીજેનો સામાન સહિત અન્ય મુદ્દામાલ પોલીસે કબજે લઇને નિયમોનું પાલન કરવા અંગે વરરાજાના પિતા સહિત અન્યને કડક સૂચનાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...