તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:નવસારીના ડીજે સંચાલકોએ આજે વિચિત્ર લખાણો સાથેના પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને આવેદનપત્ર પાઠવી જાહેરનામામાં રાહત આપવાની માગ કરી

લોકડાઉન,મીની લોકડાઉન અને ત્યાર બાદ જાહેર થયેલા જાહેરનામાં માં ડીજે અને સાઉન્ડ લાઇટ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે કોઈ ખાસ પ્રકારનો ઉલ્લેખ થયો નથી, તેવી ફરિયાદ સાથે આજે નવસારી જિલ્લાના ડીજે સંચાલકો ભેગા થઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તમામ ધાર્મિક લગ્ન પ્રસંગોમાં છૂટછાટ આપવામાં આવી છે. પણ ડીજે સાઉન્ડ લાઇટ ના વ્યાપાર સાથે સંકળાયેલા વેપારીઓને લઇને કોઇપણ જાતની સુચના કે જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી.

જેને લઇને કઈ શરતથી ધંધો કરવો તેને લઇને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.વેપારીઓએ લીધેલી લોન ના હપ્તા,આર્થિક ભારણ સહિત ઘરની જવાબદારી ના બોજ તળે દબાયેલા વેપારીઓ 4થી વખત આવેદન આપવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.કટાક્ષ કરતા પ્લે કાર્ડ બતાવાયા 'સાઉન્ડ વેચવાનું છે તેની કિંમત છે ઝેર જેથી અમે શાંતિથી મરી શકીએ', 'સાઉન્ડ વેચવાનું છે તેની કિંમત છે ઘરનું ભાડું' આવા કટાક્ષ અને મજબૂરી દર્શાવતા પ્લેકાર્ડ વેપારીઓએ બતાવ્યા હતા.

ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ભાજપના કાર્યાલય કમલમ પર જઈને રજૂઆત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી પગપાળા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા અધિક કલેકટર ને મળીને પોતાની વ્યથા વર્ણવી હતી અને વ્યાપાર ધંધા દોઢ વર્ષથી બંધ છે તે શરૂ થાય તે માટે માંગ કરી હતી.

ડીજે એન્ડ સાઉન્ડ એસોસિયેશનના પ્રમુખ હર્ષલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી અમે ઘરે બેઠા છીએ, જેને લઇને અમને આર્થિક ફટકો પડ્યો છે સામાન્ય રીતે વર્ષમાં માત્ર 100 દિવસ કામ કરતા હોય છે,સમગ્ર વર્ષ દરમિયાન તેનાથી અમારી રોજગારી ચાલતી હોય છે.પણ રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર જે પણ જાહેરનામાં બહાર પડે છે. તેમાં અમારો ઉલ્લેખ હોતો નથી જેને લઇને અમે માનીએ છીએ કે અમારા વ્યવસાય તરફ પણ સરકાર દ્રષ્ટિ કરે અને અમને રાહત મળે તે માટે જાહેરનામા માં અમારો ઉલ્લેખ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...