તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીનો ઉજાશ:અનાથ બાળકોને માતા-પિતાની અને વૃદ્ધોને સંતાનોની કમી ન વર્તાય તે રીતે ઉજવાઇ દિવાળી

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારીના વૃદ્ધાશ્રમ અને બાળગૃહમાં દિવાળીની ઉજવણીનો ઉજાશ પથરાયો

આપણે સૌ કોઇ દિવાળી હોય કે કોઇપણ તહેવાર આપણે આપણા પરિજનો સાથે આનંદ અને ઉત્સાહથી ઉજવતા હોય છે, પણ અનેક લોકો પોતાના પરિજનોથી તરછોડાઇને વૃદ્ધાશ્રમ અને બાળગૃહમાં પોતાનુ જીવન વ્યતિત કરી રહ્યા છે. આજે દિવાળીના દિવસે આપણે તો આપણા પરિવાર સાથે નવા કપડા, મીઠાઇ, ફરસાણ અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોઇએ છીએ, પણ આપણે કદીએ વિચાર્યુ કે બાળગૃહ અને વૃદ્ધાશ્રમમાં તેઓ કેવી રીતે દિવાળી અને નવા વર્ષના વધામણા કરતા હશે? બાળગૃહ હોય કે પછી વૃદ્ધાશ્રમમાં બન્ને જગ્યાએ પ્રેમ અને હૂંફની જરૂર છે.

નવસારીમાં તરછોડાયેલા બાળકો અને વૃદ્ધો માટે બાળગૃહ અને વૃદ્ધાશ્રમ બનાવાયા છે. જેમાં તેઓ પોતાની સાથે જ રહેતા લોકોને આજીવન પરિવાર માનીને સુખ હોય કે પછી દુ:ખ એકબીજાની મદદ કરતા હોય છે. તહેવારોમાં તેમના બેરંગ જીવનને રંગબેરંગી બનાવવા માટે સામાજિક સંસ્થા, ગ્રૃપ અને મંડળે તેમની સાથે ઉજવણી કરી હતી. આ સાથે જ બાળગૃહ અને વૃદ્ધાશ્રમમાં વિશેષ વ્યવસ્થા પણ દિવાળીના દિવસમાં કરવામાં આવી હતી. દાતાઓ તેમના માટે મીઠાઇ, ફરસાણ, ફટાકડાની સાથે જરૂરી સાધનસામગ્રી લઇ આવ્યા હતા અને પ્રકાશના તહેવાર દિવાળીમાં ઉજાસ ફેલાવ્યો હતો.

દિવાળીના દિવસે અંતાક્ષરી, નાટક, ફિલ્મ અને જુદી-જુદી રમતો રમી અને રાત્રે એક સાથે દિવા પ્રગટાવીને ફટાકડા ફોડાયા હતા. દિવાળીના દિવસોમાં વૃદ્ધો પોતાના બાળકો અને સગાને યાદ કરીને તેમની આંખો ભીંજાઇ જાય છે તો બીજી તરફ જેમના પર માતા-પિતાની છત્રછાયા નથી તેવા બાળકો પણ આશીર્વાદ માટે ઝંખે છે. જોકે વૃદ્ધાશ્રમ અને બાળગૃહમાં વૃદ્ધો અને બાળકોએ એકબીજાને સાથ-સહકાર અને પ્રેમ આપીને જુની યાદમાંથી ઉગારીને હર્ષોઉલ્લાસથી દિવાળી ઉજવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો