દિપાવલી-અન્નકુટોત્સવ:નવસારીના ગ્રીડ BAPS મંદિરમાં દિપાવલી-અન્નકુટોત્સવ ઉજવાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિરમોર ઉત્સવ એટલે દિવાળી ઉત્સવ અને નૂતન વર્ષ નુતન વર્ષના પ્રથમ દિને પ્રત્યેક માનવી પ્રથમ પ્રભુના દર્શન, આશીર્વાદ અને પ્રસાદ પામી, વર્ષ દરમ્યાન થયેલી ભૂલો ભૂલી સગા સ્નેહી મિત્રોને અરસપરસ મળી, નુતન વર્ષાભિનંદન પાઠવે છે. નૂતન વર્ષનો WWWમંગલ પ્રારંભ કરે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર નુતન વર્ષના પ્રથમ દિને ભગવાનને વિવિધ પાકો-વાનગીઓ અર્પી, ભવ્ય અન્નકૂટ રચી, ભક્તો ભાવિકો ભક્તિ અર્ધ્ય અર્પણ કરતા હોય છે.

પ્રમુખસ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામીની પ્રેરણાથી નવસારીમાં નિર્મિત ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષનાં પ્રથમ દિને સંતો ભક્તો ભાવિકોના સમર્પણથી ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.

દિવાળી અસો વદ અમાસ, તા 24/ 10/2022, સોમવારને સાંજે 5 થી 7 ઠાકોરજી સમક્ષ ચોપડા પૂજન થશે, ભક્તો પોતાના બિઝનેસ અને નોકરીના ચોપડાનું પ્રથમ પૂજન કરાવી વ્યવસાય શરૂ કરતા હોય છે. નૂતન વર્ષ:કારતક સુદ પડવો તા.26/10/2022 બુધવાર, વહેલી સવારથી જ પ્રભુની મંગળા આરતીથી ભક્તો મંદીરમાં દર્શન માટે આવશે.ત્યારબાદ સવારે 9:00 થી 11.00 સૌ પ્રથમ સુંદર મહાપુજા વિધિ સંતો કરાવશે. તેમાં હજારો ભક્તો લાભ લેશે. તે પછી નૂતન વર્ષની પ્રથમસત્સંગ સભા થશે. તેમાં સંતોના મંગલમય પ્રવચન તથા આશીર્વાદનો લાભ મળશે.

મંદિરમાં ઠાકોરજી સમક્ષ વિવિધ જાતના પકવાનો, જાત જાતના ફરસાણો, જાતજાતના શાકભાજી, અનેક વેરાઈટીમાં બેકરી - બિસ્કીટ અનેક જાતના ફળો અને જ્યુસ-શરબતોનો ભવ્ય અન્નકુટ રચવામાં આવશે. સંતો વૈષ્ણવી ભક્તિ પ્રમાણે વિવિધ થાળનું ગાન કરશે. સંતો સાથે મહેમાનો અન્નકૂટની મહા આરતી કરશે. તે પછી બરાબર 11:30થી સાંજે 7.00 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન થશે. આ સાથે જ લાઈટ એન્ડ સાઉન્ડ શો તારીખ 26 થી 30 ઓક્ટોબર 2022 પાંચ દિવસ સાંજે 7.30 થી 9.15, બે શો લાઈટ એન્ડ સાઉન્ડના યોજાશે. જેમાં સંસ્કાર, પારિવારિક એકતા અને મંદિર ગરીમાનો મેસેજ પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...