ડાંગનો ડંકો વાગ્યો:સુરેન્દ્રનગરમાં આયોજીત રાજ્ય કક્ષાની કિક્રેટ મેચના ડાંગની દિવ્યાંગ ખેલાડીઓ વિજેતા બની

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી ખાતે ખેલાડીઓને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
  • અત્યાર સુધી કુલ પાંચ રાજ્ય કક્ષાની મેચમાં આ ખેલાડીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી

ડાંગની દિવ્યાંગ ખેલાડીઓએ સુરેન્દ્રનગરમાં આયોજીત રાજ્ય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચમાં વિજેતા થઈ હતી. જેને લઈ નવસારી ખાતે મમતા મંદિરમાં આ ખેલાડીઓને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લાની દીકરી સરિતા ગાયકવાડે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડમાં જિલ્લા સહિત દેશનો ડંકો વગાડ્યો છે. ત્યારથી ડાંગના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરાયા છે. સિવારીમાંળ ગામમાં કાર્યરત માનવ કલ્યાણ ટ્રસ્ટ, પ્રજ્ઞા મંદિર નામની શાળામાં આશરે 200 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ બાળકોની તમામ જવાબદારી સ્વીકારીને તેમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ બન્યા છે.

સુરેન્દ્રનગર ખાતે 5 મે ના રોજ આયોજિત રાજ્ય કક્ષાની દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ખેલાડીઓએ સામેની હરીફ ટીમને હરાવી જીત હાંસલ કરી હતી. જેને લઇને નવસારી ખાતે મમતા મંદિરમાં તેમને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં જ્યાં પણ દિવ્યાંગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે ત્યાં ડાંગની ખેલાડીઓ મેદાનમાં ઉતરતા જ અન્ય ખેલાડીઓમાં ગભરાટ જોવા મળે છે કારણકે ડાંગની આ દિવ્યાંગ મહિલા ખેલાડીઓ જીત હાંસલ કરવા માટે પ્રખ્યાત બની છે. અત્યાર સુધી કુલ પાંચ રાજ્ય કક્ષાની મેચમાં આ ખેલાડીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.

ડાંગ જિલ્લમાં હજી પણ સાધન સુવિધા વગર ત્યાંના લોકો જીવન જીવી રહ્યા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ત્યાના વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે ધીમી અને મક્કમતાથી આગળ વધી રહ્યા છે. આ દિવ્યાંગ યુવતીઓ ક્રિકેટ મેચમાં સારૂ પ્રદર્શન કરી રહી છે અને આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ જીત હાંસલ કરવા માટે તત્પર બની છે.

અન્ય સમાચારો પણ છે...