શિક્ષણની કઠણાઇ:સ્પેશિયલ એજ્યુકેશન બાદ પણ નથી મળી રહી દિવ્યાંગને નોકરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડી.એડનો કોર્ષ કરી ગ્રેજ્યુએટ થનાર યુવાન રોડે બેસી રમકડા વેચવા મજબૂર

નવસારીમાં વિજલપોર વિસ્તારના રામનગર-1માં ભાડેની રૂમમાં રહેતા સંજયભાઇ ખસભાગે સ્પેશિયલ એજ્યુકેશન ડી.એડનું શિક્ષણ લીધા બાદ પણ તેમને નોકરી ન મળતા છેલ્લા એક વર્ષથી રોડ સાઇડ પર બેસીને રમકડા વેચી જીવનનિર્વાહ કરી રહ્યાં છે. રોજ તેઓ એરૂ પાસેના મમતા મંદિર પાસે બેસીને રમકડા વેચે છે.

સંજયભાઇના પરિવારમાં કોઇ સભ્ય ન હોવાને કારણે સવારે તેઓને મમતા મંદિરની આસપાસ જેઓ વેપાર માટે બેસે છે તેઓ તેમના ટિફિન માંથી જમાડે છે અને રાત્રે તેમના પાડોશી ગણેશભાઇ ઝા જમવાનું બનાવીને આપે છે. નવરાત્રીમાં આઠમ-નોમના દિવસોમાં ભક્તોની આશાપુરી મંદિરમાં ભીડ રહેવાને કારણે તેઓ મંદિરની બહાર રમકડા વેચ્યા હતા. તેમની સાથે સહકાર માટે તેમના પાડોશી ગણેશભાઇ પણ તેમને મદદરૂપ થઇ રહ્યાં છે.

સંજયભાઇએ ધોરણ 10 સુધીનો અભ્યાસ નવસારીમાં અને ધોરણ 12 સુધીનો અભ્યાસ વલસાડ ખાતે કર્યો છે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રના અમરાવતી ખાતે સ્પેશિયલ એજ્યુકેશન ડી.એડનો કોર્ષ કરીને ગ્રેજ્યુએટ પણ થયા છે. આ સમયે તેમના અભ્યાસનો ખર્ચ જતીનભાઇ દેસાઇ, કાંતિભાઇ ખત્રી અને પરેશભાઇ વાટવેચાએ ઉપાડ્યો હતો. અભ્યાસ પુર્ણ થયા બાદ ટેલીફોન ઓપરેટરની એક વર્ષ સુધી જોબ પણ કરી હતી. જોકે કોરોનાકાળમાં તેમની જોબ છુટી ગઇ હતી.

હાલમાં છેલ્લા એક વર્ષથી તેઓ રમકડા વેચીને જીવનજીવી રહ્યાં છે. તેમને કશે નોકરી મળી જાય તો તેઓ કરવા માટે તૈયાર છે, પણ તેમને કશે નોકરી નથી મળી રહી. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં રહેતા યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની કરવામાં આવી રહી છે. તો અન્યને મદદકરવાની ભાવના પણ કુટી કુટીને ભરેલી છે જેનો આ ઉત્તમ દાખલો કહી શકાય. અગાઉ પણ કેટલાક યુવાનો િનસ્વાર્થભાવે લોકોને મદદ કરતા રહ્યાં હોવાના કિસ્સાઓ પ્રકરાશમાં આવ્યા હતા.

નિર્ભર નહીં પણ સ્વનિર્ભર બનવું છે
હાલમાં રમકડા વેચીને જીવન ગુજારી રહ્યો છુ, પણ દરરોજ રમકડા વેચાતા પણ નથી. અભ્યાસ કર્યો હોવા છતાં પણ મને નોકરી નથી મળી રહી. મારે નોકરી કરીને સમાજમાં સ્થાન મેળવવું છે. મારે કોઇના પર નિર્ભર નહીં પણ સ્વનિર્ભર બનવું છે.> સંજયભાઇ ખસભાગે, દિવ્યાંગ

માણસાઇ સમજીને ફરજ નિભાવું છું
સંજયભાઇના પરિવારમાં કોઇ નથી. તેઓ અંધ હોવાને કારણે પણ રોજગારી માટે આટલી મહેનત કરે છે. તેઓ ભુખ્યા ન રહે તે માટે મારા ધરેથી રોજ રાત્રીનું ભોજન આપુ છું. ઉપરાંત જ્યારે પણ મારી પાસે સમય હોય ત્યારે તેમની માટે માટે પણ જાઉ છું. > ગણેશભાઇ ઝા, સંજયભાઇના પાડોશી

અન્ય સમાચારો પણ છે...