તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • District Tribal Development Board Meeting Was Held In Navsari District Under The Chairmanship Of The Minister In Charge, Provision Of Development Works Worth Rs. 25 Crore Was Made.

બેઠક:નવસારી જિલ્લામાં પ્રભારી મંત્રીના અધ્યસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ, 25 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઈ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 744 વિકાસ કાર્યોની જોગવાઈ કરવામા આવી

નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર ઉપસ્થિત રહયા હતાં.

બેઠકમાં પ્રભારી મંત્રી ગણપતભાઇ વસાવાઍ જણાવ્યું હતું કે, કોવિડ-19 માં જિલ્લા વહીવટીતંત્રે કરેલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ-19 દરમિયાન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવી ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સને 2021-22 માં નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં 96 ટકા વિવેકાધિન સંભવિત જોગવાઇમાં વિવિધ 744 જેટલા વિકાસકામો માટે રૂ.2552 લાખની જોગવાઇ કરી મંજૂરી આપવામાં આવી છે.

લોકડાઉન બાદ રાજય સરકારે વિકાસકામોની અગ્રતા આપી વિકાસકામો મંજૂર કરી સત્વરે પૂર્ણ કરવા કટિબધ્ધ છે. મુખ્યીમંત્રીઍ અંબાજીથી ઉમરગામ સુધીના ટ્રાયબલ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના-2 ની જાહેરાત કરી તેમજ રૂ.1 લાખ કરોડના વિકાસ કામો કરવામાં આવશે તેમ મંત્રીઍ કહયું હતું.

મંત્રી વસાવાઍ વધુમાં જણાવ્યું હતું કે, 2020-21ના બાકી રહેલા કામો માટે તાત્કાલિક આયોજન હાથ ધરી સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાયુકત કામો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આદિજાતિ વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં ઓકસિજન પ્લાન્ટ કાર્યરત કરવા, કોરોનાની ત્રીજી લહેર પહેલા આરોગ્ય વિભાગ જરૂરી તૈયારીઓ કરી લેવા તેમજ આરોગ્ય વિભાગને તમામ આરોગ્યલક્ષી સાધનોની સગવડ ઉપલબ્ધતા માટેના આયોજન કરવા ભાર મૂકયો હતો.

અન્ય સમાચારો પણ છે...