તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • District President Of Navsari Seva Dal Finds It Difficult To Comment Against City President, Suspended For Anti party Activities

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુક પર ટિપ્પણી ભારે પડી:નવસારી સેવાદળના જિલ્લા પ્રમુખને શહેર પ્રમુખ વિરુદ્ધ ટિપ્પણી કરવી ભારે પડી, પક્ષવિરોધી પ્રવૃતિ બદલ સસ્પેંડ કરાયા

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિકિટ વહેંચણીથી નારાજ થઈ ટિપ્પણી કરી હતી
 • શો કોઝ નોટિસનો જવાબ ના આપતા કાર્યવાહી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને દરેક પાર્ટીઓમાં વિરોધ થતો હોય છે. પરંતુ સમય જતાં પાર્ટી યુક્તિપૂર્વક વિરોધીઓને સમજાવીને પ્રચારમાં જોતરી દેતી હોય છે. પણ નવસારી શહેર કોંગ્રેસમાં હજુ પણ વિરોધના વંટોળો શાંત થવાનું નામ લેતો નથી, જીલ્લા સેવા દળના પ્રમુખ સુરેશ પાંડેએ ફેસબુક પર શહેર પ્રમુખ નીરવ નાયક વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી ભારે પડી છે.

પોતાના મનગમતા ઉમેદવારોને ટિકિટ ન મળતાં શહેર કોંગ્રેસના વહીવટ તરફ અંગુલિનિર્દેશ કરીને પાર્ટી વિરુદ્ધ ગંભીર રીતે આક્ષેપબાજી કરતા સુરેશ પાંડેને પ્રદેશમાંથી શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ સંતોષકારક જવાબ ન મળતા આજે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરતો પત્ર પ્રદેશમાંથી આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

૨૮મી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતની પાલિકા અને પંચાયતોની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના છ દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેર કોંગ્રેસમાં વિરોધ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે આ વિરોધ અને સોશિયલ મીડિયાનો સમગ્ર ઘટનાક્રમ મતદારો પણ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો