સન્માન:નવસારીમાં ડાયમંડ છેતરપિંડીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલનારા જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને સન્માનિત કરાયા

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયમંડ એસોસીએશન દ્વારા ઉત્સાહ વધારવા સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું
  • વેપારી પાસે 28 લાખના હીરા જોવા લીધા બાદ ડુપ્લીકેટ નોટ પધરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી

નવસારી જિલ્લામાં લાખોના હીરા ખરીદવાનો મેસેજ પાસ કરી વેપારી પાસેથી 28 લાખના હીરા જોવા લીધા બાદ ડુપ્લીકેટ નોટ પધરાવી દઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે આ છેતરપિંડી કરનારા ગઠીયાઓને જિલ્લા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સૂઝબૂઝ વાપરી ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા હતા.

આ સમગ્ર કામગીરીને સરાહીને ડાયમંડ એસોસીએશન દ્વારા પોલીસની ટીમનું સન્માન અને તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે શાંતદેવી રોડ ખાતે આવેલા રૂબી કોમ્પ્લેક્ષના ડાયમંડ હોલમાં સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિત ટાઉન અને એલસીબીની ટીમે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

શું હતો કેસ?

હીરાની ચોરીમાં માસ્ટરી ધરાવતા ગઠિયાએ 10મી જાન્યુઆરીએ નવસારીમાં હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 28 લાખથી વધુના હીરાની છેતરપિંડી કરી નાસી ગયા હતા. છેતરપિંડીને અંજામ આપી ગઠિયાઓ ગોવાના બીજ પર ગયા હતા. આ દરમિયાન નવસારી પોલીસે ટુરિસ્ટના ગેટઅપમાં દબોચી લેતાં છેતરપિંડીનો ભેદ ઉકેલાયો હતો. નવસારીમાં 28 લાખથી વધુના હીરાની છેતરપિંડી કરી નાસી ગયેલા ગઠિયાઓને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ છેતરપિંડી કરી ગોવામાં ફરવા ગયા હતા. આ દરમિયાન પોલીસે વેશ બદલો કરી તેને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...