તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નજરકૈદ:બારડોલીમાં રાકેશ ટિકૈતની સભામાં જતા રોકવા જિલ્લાના કોંગ્રેસી કિસાન મોરચાના નેતાઓને નજર કૈદ કરાયા

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે એડવાન્સ પ્લાનિંગ કરીને તમામને નજર કૈદ કર્યા

સંયુક્ત કિસાન મોરચાના નેતા અને દિલ્હીમાં કાર્યરત કૃષિ કાયદાના વિરોધનું આંદોલનનો પ્રમુખ ચહેરો રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરવા જઈ રહ્યા છે. જેને લઈને નવસારી જિલ્લાની કોંગ્રેસી વિચારધારા ધરાવતા ખેડૂતો તથા સેવા દળના આગેવાનો બારડોલી ન જઈ શકે તે માટે તેમને ઘરે નજર કૈદ કરવામાં આવ્યા છે.

ગણદેવી વિસ્તારમાંથી મોટી સખ્યામાં આગેવાનોને જવાનો પ્લાન હતો પણ પોલીસે એડવાન્સ પ્લાનિંગ કરીને તમામને નજર કૈદ કર્યા છે.

આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસની કામગરીને વખોડી છે અને સરકારની આ નીતિ ગેરબંધારણીય ગણાવી છે. તમામ કિસાન મોરચાના આગેવાનોને ડિટેન કરતા તેમણે રાજ્ય સરકારની દમનશાહી નીતિનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો