તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:વધતા અકસ્માત ઘટાડવા જિલ્લા કલેકટરની તાકીદ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરનું બ્લેટ સ્પોટ પર નિરીક્ષણ

જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લમાં જયાં બહુ અકસ્માત થતાં હોય તેવા બ્લેક સ્પોટ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આર.ટી.ઓ. પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠક બાદ જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે નવસારી જિલ્લામાં વારંવાર રોડ અકસ્માત થતાં હોય તેવા સ્થળો (બ્લેક સ્પોટ) પરથાણ પાટિયા, ખારેલ, દેગામ, આલીપોર ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પર નેશનલ હાઇવે ઓથોરિટી અને આરટીઓના અધિકારીઓને અકસ્માતમાં ઘટાડો થાય તે બાબતે જરૂરી સૂચનો કરી, સૂચનાઓનું પાલન કરવા જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...