નવસારી જિલ્લાના દાંડીબીચના દરિયામાં સુરત જિલ્લાના નાહવા પડેલા 6 યુવાનો ઉંડા પાણીમાં ડુબતા બચાવવા દાંડી ખાતે ફરજ પર પાંચ હોમગાર્ડ જવાનોએ પોતાના જીવના જોખમે ડુબતા બચાવી કિનારા પર લાવી યુવાનોના જીવ બચાવવાની ઉમદા કરતા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા સન્માનિત કરી સર્ટિફિકેટ આપ્યા હતા.
દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો મંગળવારે ફરવા આવ્યા હતા. બપોરે ગરમી હોય તમામ યુવાનો નાહવા પડ્યા હતા. ભરતી હોય પાણી વધતા યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ જતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. જેને લઈ કિનારે ફરજ બજાવતા મરીનના હોમગાર્ડ જવાનોએ લાઈફ જેકેટ લઈને યુવાનો ડૂબતા હતા તેમને બચાવી લઇ સહી સલામત કિનારે લાવ્યા હતા. નોકરીમાં સાહસિકતા બતાવનાર તમામ કચેરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવ બચાવનાર હોમગાર્ડ જવાનો જીજ્ઞેશભાઇ ટંડેલ, નિતિનભાઇ ટંડેલ,ચન્દ્રકાંતભાઇ પટેલ, પ્રશાંતભાઇ પટેલ અને દિવ્યેશભાઇ ટંડેલને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.
યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા
જેને લઈ દાંડી દરિયાકિનારે દાંડી મરીન પોલીસ દ્વારા હોમગાર્ડની સ્પેશ્યલ ડ્યુટી રાખવામાં આવે છે. મંગળવારે બપોરે મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો દાંડીના દરિયાકિનારે ફરવા આવ્યા હતા. ગરમી વધુ હોય તેઓ દરિયામાં નાહવા પડી મોજમસ્તી કરતા હતા. દરમિયાન અચાનક બપોરની ભરતીને કારણે પાણી વધતા હોય તેનો ખ્યાલ યુવકોને આવ્યો ન હતો. થોડા સમય બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાતા હોવાનો અહેસાસ થયો હતો, જેના કારણે તમામે બચાવો બચાવોની બૂમો પાડી હતી.
હોમગાર્ડ જવાનોએ યુવાનો ડૂબતા બચાવ્યાં
જેને પગલે દરિયા કિનારે ફરજ બજાવતા 5 હોમગાર્ડ જીજ્ઞેશ ડી.ટંડેલ, નીતિન ટંડેલ, ચંદ્રકાન્ત એ.પટેલ, પ્રશાંત પટેલ, દિવ્યેશ આર.ટંડેલના ધ્યાને યુવકો ડૂબી રહ્યાનું આવતા તુરંત લાઈફ જેકેટ લઈ જ્યાં યુવકો ડૂબતા હતા તે જગ્યાએ પહોંચી ગયા હતા અને જવાનોએ પોતાની સાથે લાવેલા લાઈફ જેકેટ ડૂબી રહેલા તમામ યુવકોને પહેરાવી દઇ સહી સલામત રીતે કિનારે લઇ આવ્યા હતા. બચી ગયેલા યુવકોએ હોમગાર્ડ ના જવાનોનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો. જીવ બચાવનાર તમામ હોમગાર્ડને એ.એસ.આઇ. રાજુભાઇ ગોરખ અને ઉપસ્થિત લોકોએ અભિનંદન આપ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.