તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:નવસારીમાં ગર્ભવતી બહેનોને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ રોટરી કલબ તથા ઈનર વ્હિલ કલબ દ્વારા ‘નંદઘર’ તીઘરા નવી વસાહતના જરૂરિયાતમંદ ગર્ભવતી 30 મહિલાઓને પોષણયુક્ત આહારમાં ખજૂર, ગોળ, કેળા, આયોડાઈઝ મીઠુ અને ચણાની કીટ વિતરણ કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને યોજાયેલા કાર્યક્રમમાં રોટરી કલબ પ્રેસિડેન્ટ ધવલ ચોકસી, સેક્રેટરી હિતેશ શાહ, ઈનરવ્હિલ સેક્રેટરી નૂતન શાહ તેમજ નંદઘરના વહીવટકર્તા સાયરાબેન હાજર રહી બહેનોને આવશ્યક ઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...