તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીનો અમૃત મહોત્સવ:દાંડીયાત્રા સાથે ગાંધીજીના રાત્રી રોકાણના સ્થળની રૂટમાંથી બાદબાકી થતા મોઢ ઘાંચી સમાજમાં નારાજગી, સ્વાગત માટે રાહ જોતા હતા

નવસારી6 દિવસ પહેલા
 • કૉપી લિંક

વર્ષ-1930માં ગાંધીજી દાંડીયાત્રા સાથે નવસારી જિલ્લામાં આવ્યા ત્યાંરે હાલ નગરપાલિકા સામે આવેલી ઘાંચી પંચની વાડીમાં રાતવાસો કર્યો હતો. દુધિયા તળાવમાં સાંજે ગાંધીજીની સભામાં આશરે 25 હજારથી વધુ લોકો ઉમટ્યાં હતા. તે સ્થળની 2021ની દાંડીયાત્રામાં અચાનક બાદબાકી કરાતા વાડીના સંચાલકો સહિત ઘાંચી સમાજમાં નારાજગી વ્યાપી ગઈ હતી.

ઘાંચી સમાજના આગેવાનો સ્વાગત માટે રાહ જોતા હતા
હાલમાં જ 30 જાન્યુઆરી 2021 મોટી તકતી બનાવીને માહિતી મુકવામાં આવી છે પરંતુ દાંડીયાત્રાનો રૂટ બદલાઈ જતાં ઘાંચી સમાજના આગેવાનો સ્વાગત માટે રાહ જોતા રહ્યાં હતા. જોકે કલેકટર અને તેમની ટીમે વાડીની મુલાકાત માટે આવ્યા પણ હોવાની માહિતી વાડીના સંચાલકોએ આપી હતી.

5 મિનિટની મુલાકાત અમારા માટે સંભારણું બની જાત
જ્યારે ગાંધીજી નવસારીમાં આવ્યા ત્યારે દુધિયા તળાવમાં સાંજે સભાનું આયોજન હોય ત્યારે વાડીમાં રોકાયા હતા. તે રાત્રિએ પટેલ પ્રથાના પ્રમુખ ગોવન નાનાભાઈ પટેલ અને પ્રમુખ પ્રથાના પ્રમુખ કાલિદાસ ઝીણાભાઈ પસ્તાકીયાએ આવી બાપુને રાષ્ટ્ર નિર્માણ અર્થે ઉઘરાવેલી રકમ રૂ. 51 પણ આપ્યા હતા. આ ઐતિહાસિક સ્થળની મુલાકાત માટે દર વર્ષે આવતા હોય છે પણ કેન્દ્ર સરકાર દ્વારા આવેલી દાંડીયાત્રાના પદયાત્રીઓ 5 મિનિટ માટે પણ આવી જતે તો અમારા માટે ગૌરવની વાત હોય શકે. પદયાત્રીઓ ન આવ્યા તેનું દુઃખ છે. -સંજયભાઈ ગાંધી, પ્રમુખ, ઘાંચી પંચની વાડી, નવસારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો