તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટનો કકળાટ:નવસારીના વોર્ડ નં.13માં ટિકિટ વહેચણીને લઇને નારાજગી, મુસ્લિમ મહિલાના સમર્થકોનો કાર્યાલયમાં હોબાળો

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ મામલે નિર્ણય નહીં લેવાય તો પક્ષ પલટો કરવાની ચીમકી ઉચ્ચારી

નવસારી વિજલપોર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસે ટિકિટ વહેચણીની જાહેરાત કરતા બંને પાર્ટીમાં વિરોધ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. જે પૈકી કોંગ્રેસ પાર્ટીમાં 25 વર્ષથી જોડાયેલા મુસ્લિમ કાર્યકરોએ પોતાના ઉમેદવારને ટિકીટ ન મળતા કોંગ્રેસ કાર્યાલય પર આવીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને એક દિવસમાં આ મામલે નિર્ણય ન લેવાય તો પક્ષ પલટો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ઉમેદવાર કાર્યલય પર આવતા વિરોધ બેવડાયો કોંગ્રેસ પક્ષે વોર્ડ નંબર 13માંથી જેમને ટિકિટ આપી છે એવા ઉમેદવાર પ્રમોદ રાઠોડ કાર્યાલયમાં આવી પહોંચતા વિરોધ કરવા આવેલા કાર્યકરોનો વિરોધમાં વધારો થયો હતો અને તેમણે ઉમેદવાર પ્રમોદ રાઠોડ સાથે પણ શાબ્દિક ટપાટપી થઈ હતી.

વાત વણસતા કોંગ્રેસના સંગઠનના કાર્યકરોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. મુસ્લિમ મહિલાની બાદબાકીને લઈને કોંગ્રેસ કાર્યકરો વિજલપોરમાં આવેલા કાર્યાલયમાં પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો