તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં નારાજગી:નવસારીમાં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતાેષથી ભાજપમાં ધમાસાણ

નવસારી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિકિટ કપાતા વોર્ડ-1માં દુધાત અને વાેર્ડ 5માં જાેગી અપક્ષ લડશે
 • વાેર્ડ 7માં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દેસાઇનાે ચૂંટણી બહિષ્કાર

નવસારી-વિજલપોર પાલિકાની ચૂંટણી માટે ભાજપે બુધવારે 52 બેઠકોમાંથી 51 ઉમેદવારોના નામ જાહેર કર્યા સાથે ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં ધમાસાણ મચ્યું છે. કેટલાકે ખાનગીમાં નારાજગી વ્યક્ત કરી તો કેટલાકે જાહેરમાં વ્યક્ત કરી હતી. ગત ટર્મના કાઉન્સિલર ભુપત દુધાતને વોર્ડ-1માં ટિકિટ ન મળતા જાહેરમાં બળાપો વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી કરવા સુધીની તૈયારી દર્શાવી હતી.

ભૂતપૂર્વ પાલિકા ઉપપ્રમુખ જીગ્નેશ દેસાઈને વોર્ડ-7ની ટિકિટ ન આપતા તેમના ટેકેદારોએ ચૂંટણી બહિષ્કારના બેનર સુધ્ધાં લગાવી દીધા હતા. આજ વોર્ડમાં ભાજપની એક મહિલા અગ્રણીને ટિકિટ ન આપતા તેમને પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.વોર્ડ-5માં ટિકિટ ન મળતા કબીલપોર વિસ્તારના અગ્રણી છનાભાઈ જોગીએ પણ અપક્ષ ઉમેદવારી કરશે એમ જણાવ્યું હતું. વાેર્ડ-6માં ટિકિટ ફાળવણી મુદ્દે કાલીયાવાડીના ભાજપીઅાે નારાજ થયા હતા. અને રાજીનામું આપવા કાર્યલયે પહાેંચી ગયા હતા.

વોર્ડ-6માં કપાયેલા સંકેતના આકરા સંકેત, 300 લોકોનું ટોળુ કમલમ પર ધસી ગયું
ભાજપના પૂર્વ કોર્પોરેટર સંકેત શાહે આ વખતે અલગ અલગ ત્રણ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ભાજપ મોવડી મંડળે તેમની પસંદગી ન કરતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. ગુરૂવારે મોડી સાંજે 300 જેટલા સંકેત શાહના સમર્થકો કમલમ પર ધસી ગયા હતા અને ટિકિટ આપવા માગણી કરી હતી. એક કલાક સુધી વોર્ડ-6ના લોકોએ સંકેત શાહ માટે કમલમ પર હાજર ભાજપ અગ્રણીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને તાત્કાલિક તેમને ટિકિટની ફાળવણી કરવા માગ કરી હતી.

પંચાયતની કેટલીક બેઠકોમાં પણ નારાજગી
જિલ્લામાં જિલ્લા,તાલુકા પંચાયતની કેટલીક બેઠકો ઉપર પણ ભાજપમાં નારાજગી ફેલાઈ છે. સિસોદ્રા જિલ્લા પંચાયતની બેઠક મુદ્દે નારાજ ટેકેદારો રજૂઆત કરવા નવસારી કમલમ પર પહોંચ્યા હતા. સુપાની તાલુકા પંચાયતની બેઠકમાં સુપાના યુવાન અનાવિલને ટિકિટ ન આપતા ત્યાં પણ નારાજગી ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો