તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સીકલીકર ગેંગનો ભૂંડ પકડવા આવ્યાનો પોલીસ સમક્ષ ખુલાસો

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર

નવસારીમાં દિવાળી પહેલા રાત્રિનાં સમયે લૂંટ કરવા પીકઅપ વાનમાં આવેલા લોકો પાસે પોલીસે કાગળીયા માંગતા નવસારી ટાઉનનાં પોલીસકર્મીને વાનમાં અપહરણ કર્યા બાદ ઈજા કરી તેને અન્ય જિલ્લામાં છોડી દેવાના કેસમાં પીકઅપ વાનના નંબરના આધારે માલિકનું નામ ખુલ્યું હતું. એમની પૂછપરછ કરતા સીકલીકર ગેંગ અને ભૂંડ પકડનાર યુવાનોનાં નામ ખુલ્યા હતા. પોલીસે બે યુવાનની અટક કરી 5ને વોન્ટેડ જાહેર કર્યા હતો. ગુનામાં વપરાયેલી પીકઅપ વાન પોલીસે કબજે કરી હતી. બે આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસનાં રિમાન્ડ મંજૂર થયા હતા.

નવસારીમાં 12મી નવેમ્બરની રાત્રિએ 1.૩૦ વાગ્યાનાં સમયે નવસારી રેલવે સ્ટેશન પર આવેલી હોટલ અશોકા પાસે પીકઅપ વાન (નં. GJ-05-YY-1480)નાં ચાલકે પોલીસકર્મીઓને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. પોકો ગણેશ ચૌધરી પીકઅપની આગળ આવી જતા ગાર્ડ પકડી લેતા આશરે 25 કિ.મી. દુર પલસાણાના બલેશ્વર ગામ પાસે એકાંત રસ્તા પર ગણેશ ચૌધરીને ઈજા કરી છોડી જઈને પીકઅપવાન ચાલક ભાગી ગયા હતા.

પોલીસે બાતમીને આધારે બે ની અટક કરી હતી. જેમાં પીકઅપ વાનના માલિક પાસેથી છ માસથી ગુરુજીતસિંહ ઉર્ફે કાળુસિંગ જગદીશસિંગ સીકલીકર (ટાંક)ભાડેથી લઈ જતો હોવાનું ખૂલ્યું હતું. બંને આરોપીની અટક કરતા કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રાત્રે ભૂંડ પકડી સુરતમાં તેનું માંસ વેચતા હતા
નવસારીનાં પોલીસકર્મી પર પીકઅપ વાન ચડાવી દીધી હતી. તે વાન સુરતનાં એક વ્યક્તિ પાસે ગુરુજીતસિંહ ઉર્ફે કાળુસિંગ જગદીશસિંગ સીકલીકર (ટાંક)એ 12મીએ રૂ.1000 ભાડેથી રાત્રિના સમયે ભૂંડ પકડવા ભાડેથી લીધી હતી. તેઓ રાત્રિના સમયે ભૂંડ પકડવા આવ્યા હતા,પણ પોલીસની નજર પડતા તેઓએ ત્યાંથી પોલીસનું અપહરણ કર્યું હતું. આ યુવાનો સુરત પ્રભુનગર ખાતે ભૂંડનું માસ વેચતા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...