તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Disagreement On The Occasion Of Dandi Yatra Festival In Navsari, Collector Issued A Notification And Section 144 Was Imposed In The City.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસમંજસ:નવસારીમાં દાંડી યાત્રાના ઉત્સવ નિમિત્તે અસમંજસ, કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને શહેરમાં 144ની કલમ લગાવી

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાંડી યાત્રામાં કોવિડની ગાઈડ લાઈન કઈ રીતે ફોલો થશે તેને લઈ શહેરમાં ચર્ચા
 • આગામી ત્રણ એપ્રિલે દાંડી યાત્રા નવસારીમાં પ્રવેશ કરશે

નવસારી અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને 144 કલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ આ કલમ હેઠળ કેટલા લોકોએ ભેગા થવું જોઈએ અને દાંડી યાત્રાનું કોઈ ઉલ્લેખ નથી.નવસારી જિલ્લામાં ધીરેધીરે કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. અને મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. ત્યારે જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડ દ્વારા પોતાને મળેલ અધિકારથી એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેમણે 144 કલમનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને લઇને જાહેરનામાની વાત સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી જઈને ધાર્મિક કે અન્ય કાર્યક્રમોનું આગોતરું આયોજન કરનાર લોકોમાં આ જાહેરનામાને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ છે.

જાહેરનામામાં ચારથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તે વાતનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે 144 કલમ હેઠળ કઈ કઈ બાબતો લાગુ થશે તેને લઈને વહીવટીતંત્રમાંથી કોઈ અધિકારી બોલવા તૈયાર નથી. જેને લઇને વર્તમાન એપ્રિલ માસમાં અનેક લોકોએ પોતાના આગોતરા આયોજન તૈયાર છે. જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થશે પણ કલેકટર કચેરીમાંથી જાહેર થયેલા 144 લાગુ કરતાં જાહેરનામાને લઈને કયા કયા નિયમો લાગુ થશે તેને લઈને પણ તેમનામાં ચિંતા વ્યાપી છે.

દાંડી યાત્રાનું શું !

આગામી ૩જી એપ્રિલે દાંડી યાત્રા નવસારીમાં પ્રવેશ કરશે. ત્યારે આ દાંડીયાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ નવસારી હાજર રહેશે. ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી સંભાવના જોવાઇ રહી છે. ત્યારે કોવિડની ગાઈડ લાઈન કઈ રીતે ફોલો થશે તેને લઈને પણ શહેરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

સામાજિક કાર્યકર્તા અને વકિલાતના વ્યવસાય સાથે જોડાયેલા કનુ સુખડિયાના જણાવ્યા મુજબ કાયદામાં 144 કલમની વ્યાખ્યા મુજબ ચારથી વધુ લોકો ભેગા ન થઈ શકે અને જો કાર્યક્રમ કરવો હોય તો કલેકટરની પૂર્વ મંજૂરી મેળવવી પડે તો આ મામલે પ્રશ્નાર્થ જન્મે છે કે દાંડી યાત્રાને લઇને કલેક્ટર પાસે પરવાનગી માંગવામાં આવી છે કે કેમ અથવા તો કલેક્ટરે આ કાર્યક્રમને લઇને પરવાનગી આપી છે કે કેમ તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો