તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી વોર્ડ નં.12 પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:સીધી ગણતરી, વોર્ડ-12 જીતવા સિંધી મતદારો પર મદાર

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ 18124 મતદારો ધરાવતા વોર્ડ નં. 12માં પુરુષ મતદાર 9233 અને સ્ત્રી મતદાર 8891 છે

નવસારી નગરપાલિકાના વોર્ડ નં. 12માં સિંધી અગ્રણીઓનો દબદબો રહ્યો છે. જેનું કારણ આ વોર્ડમાં સૌથી વધુ સિંધી મતદારો રહ્યા છે. જોકે હવે છાપરા જોડાતા આદિવાસી મતદારોની સંખ્યા પણ ખુબ વધી છે. કોળી મતદારો પણ નોંધનીય છે. અન્ય જ્ઞાતિઓમાં ભરવાડ, અનાવિલ, પાટીદાર, મુસ્લિમ સમાજની પણ વસતિ છે. જ્ઞાતિ આધારિત મતોનું ગણિત કહે છે કે, વોર્ડ નં. 12માં કોઇ પક્ષની જીત માટે સિંધી સમાજના મત હુકમનો એક્કો સાબિત થશે.

વોર્ડ નં. 12 ઉત્તરે ટેકનિકલ સ્કૂલ નજીકથી લઈને દક્ષિણે છાપરાના હાસાપોરની બોર્ડર સુધીનો છે. વોર્ડ પૂર્વ બાજુએ લુન્સીકુઈના મેદાન સુધી ફેલાયેલ છે. વોર્ડમાં અગાઉની નવસારી નગરપાલિકા વિસ્તાર ઉપરાંત સમગ્ર છાપરા ગામના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ 12માં કુલ 18124 મતદારો છે, જેમાં પુરુષ મતદાર 9233 અને સ્ત્રી મતદાર 8891 છે. આ વોર્ડ પણ ધનિક, શ્રમિક અને મધ્યમ વર્ગનું મિશ્રણ છે. મહત્તમ મતદાર એવા સિંધી સમાજના લોકો વેપાર કરે છે ત્યાં આદિવાસી શ્રમિકો પણ વધુ છે. ધનિકોના વિશાલ બંગલા, અદ્યતન ફ્લેટ પણ અહીં આવેલા છે. શહેરની ઓળખ સમુ લુન્સીકુઈ મેદાન અને તેની નજીકનું સરબતિયા તળાવ પણ આજ વોર્ડમાં આવે છે. વોર્ડની 4 બેઠક માટે ભાજપમાં 16 જણાએ દાવેદારી કરી છે ત્યાં કોંગ્રેસમાં પણ દાવેદારી કરાઈ છે.

વોર્ડ નં. 12માં સમાવિષ્ટ વિસ્તારો
ટેકનિકલ સ્કૂલ વિસ્તાર, ટ્રાન્સવાલનગર વિસ્તાર, શૈલેષપાર્ક, સીતારામનગર વિસ્તાર, ઈરિગેશન કોલોની વિસ્તાર, સમગ્ર સિંધી કેમ્પ વિસ્તાર, પટેલનગર સોસાયટી વિસ્તાર, તુલસીવન સોસાયટી વિસ્તાર, લુન્સીકૂઈ સામેનો વિસ્તાર, અરવિંદનગર, ધારાસભ્ય પિયુષભાઈના ઘરનો વિસ્તાર, પારસી હોસ્પિટલ નજીકનો વિસ્તાર, કાગદીવાડનો અમુક વિસ્તાર, સમગ્ર જૂનો છાપરા ગામ વિસ્તાર અને અન્ય વિસ્તાર.

આ વોર્ડના ભાજપના ધૂરંધરો ફળશે કે નડશે !
આ વોર્ડમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ તો રહે જ છે. સાથે અન્ય બે ધૂરંધરો ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ પ્રેમચંદ લાલવાણી, ભૂતપૂર્વ શહેર ભાજપ પ્રમુખ રમેશ હિરાણી પણ આજ વોર્ડમાં રહે છે. જોકે આ વખતે પક્ષની 60 વર્ષની મર્યાદાના કારણે હિરાણી અને લાલવાણી રેસમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે ભાજપના ધૂરંધરો ફળશે કે નડશે! તે સમય જ બતાવશે.

2 બેઠક ‘સામાન્ય’, 1 સ્ત્રી પછાત વર્ગ અને 1 આદિજાતિ
વોર્ડ નં. 12મા જે કુલ 4 બેઠક છે તેમાં સ્ત્રી માટેની બે બેઠકમાં એક બેઠક પછાત વર્ગ સ્ત્રીની અને એક બેઠક સામાન્ય સ્ત્રી અનામતને ફાળવાઈ છે. અન્ય બે બેઠકમાં એક અનુસૂચિત આદિજાતિ અને એક ‘સામાન્ય’ વર્ગને ફાળવવામાં આવી છે.

જેવું વાવશો તેવુું લણશો, સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

અમારી પસંદગી પક્ષની સાથે લોક પ્રશ્નો તત્કાલ ઉકેલે તેવા સબળ ઉમેદવારની રહેશે
ચૂંટણી આવે ત્યારે તમામ રાજકીય પક્ષ પોતાની રીતે જીત મેળવવાના દાવા કરતા હોય છે, પરંતુ ઉમેદવાર જે કોઇ પણ પક્ષનો હોય તે સરળ હોવો જોઇએ, અમારા વોર્ડની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે એવો મજબૂત ઉમેદવાર હોય તો લોકોની સમસ્યા દૂર થાય. અમારી પસંદગી પક્ષની સાથે એવા સબળ ઉમેદવારની રહેશે. > સંતોષ લોટાણી, સામાજીક કાર્યકર, વોર્ડ નં.12

યુવાન-શિક્ષિત ઉમેદવાર પહેલી પસંદગી
યુવાન અને શિક્ષિત ઉમેદવાર પહેલી પસંદગી છે. બૌદ્ધિક ક્ષમતા ધરાવતો વ્યક્તિ કે ઉમેદવાર કોઇપણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવામાં સક્ષમ હોય છે. આવા ઉમેદવારો જ અમારી પહેલી પસંદ રહેશે. રસ્તા, પાણી અને લાઇટની પુરેપુરી સુવિધા મળે તે માટે યોગ્ય જગ્યાએ અવાજ ઉઠાવી શકે અને તે સમસ્યામાંથી લોકોને રાહત અપાવી શકે તો તમામ સમસ્યાનું નિરાકરણ ઝડપથી આવી શકે. > જે. કે. ટંડેલ, અદ્યાપક, વોર્ડ નં. 12

આયાતી ઉમેદવાર ન હોવો જોઇએ
ઉમેદવારોની પસંદગી સ્થાનિક લોકોમાંથી જ કરવી જોઇએ. અન્ય વોર્ડ આયાત કરેલા ઉમેદવાર સ્થાનિકને પસંદ પડે તેમ નથી. આથી વધુ અમારા વોર્ડમાં જે પણ સમસ્યા હોય તેને દુર કરી શકે તેવા ઉમેદવારને જ પસંદ કરાશે. > વિનોદ રાઠોડ, સામાજીક કાર્યકર, વોર્ડ નં. 12

લોકોની જરૂરીયાતને સમજે એજ અમારો નાયક
નૈતિકતા અને પ્રામાણિકતાને વરેલો વ્યક્તિ જો ઉમેદવાર તરીકે પસંદ થાય તો તમામ લોકો માટે હિતાવહ છે. સામાન્ય વ્યક્તિથી લઇ તમામને ન્યાય અપાવી શકે તેવા સક્ષમ ઉમેદવારી હાલના તબક્કે જરૂર છે. પક્ષ કહે તેમ નહીં પરંતુ લોકોની જરૂરીયાતને સમજે અને સુવિધા અપાવી શકે એજ ઉમેદવાર અમારા માટે અમારો નાયક રહેશે. > જીજ્ઞેશ દેસાઇ, સિનિ. એરિયા સેલ્સ મેનેજર, વોર્ડ નં. 12

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો