નવાસારીના અષ્ટગામ નજીક નેશનલ હાઈવે પર વાહનની અડફેટે એક દીપડીનું મોત થયું હતું. મુંબઈથી અમદાવાદ હાઇવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે ગઈકાલે રાત્રે ગ્રામ્ય વિસ્તારમાંથી હાઇવે પર આવેલી દીપડીનું વાહન સાથે અથડાઈને મોત થયું હતું. આ ઘટનાની જાણ સ્થાનિકોએ વનવિભાગને કરી હતી. જેથી વનવિભાગે દીપડીના મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના જંગલો બોડા થતા ત્યાંથી વન્ય પ્રાણીઓ નવસારી અને વલસાડ જિલ્લા તરફ સ્થળાંતર કરી રહ્યા છે. નવસારી જિલ્લો નદી કિનારો અને શેરડીના ખેતરો ધરાવતો હોવાથી દીપડાઓને જિલ્લાની જમીન માફક આવી ગઈ છે, જેને પગલે છાશવારે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા અને દીપડીઓ દેખાઈ રહ્યા છે દીપડાઓને કારણે ગ્રામ્યમાં વસતા લોકો દહેશત સાથે જીવી રહ્યા છે. ત્યારે અષ્ટગામ નજીક નેશનલ હાઇવે પર આવેલી રનવે હોટલ પાસે ગઈકાલે રાત્રે આશરે એક 4 વર્ષીય દીપડી અકસ્માતમાં ઘાયલ થતા મોતને ભેટી હતી. આ ઘટનાને પગલે વન વિભાગે દીપડીના મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, દીપડી વાહન સાથે અડથાય તે પહેલાં અષ્ટગામના એક યુવાન સાથે દીપડીનું ઘર્ષણ થતા યુવાનને ઈજા પણ પહોંચી હતી. ઇર્જાગ્રસ્ત થયો હતો. વન્ય જીવોના સંરક્ષણ માટે વન વિભાગે પૂરતા પ્રયત્ન કરીને દીપડાઓનું અસ્તિવ ટકી રહે તે માટે પ્રયત્નશીલ બનવું એ સમયની માંગ બની છે. માનવ વસ્તી તરફ આગળ વધતા દીપડાઓ ઘર્ષણ પણ થાય છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ભય સાથે જીવે છે અને બીજી તરફ દીપડાઓના માથે પણ અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ વન્યજીવોના સરક્ષણ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.