તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા ભૂલ્યા:ડિટેન કરાયેલા તવડીના 71 ગ્રામજનોની રાત્રિ ભોજનની વ્યવસ્થા સુદ્ધા ન કરાઇ

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગ્રામ્ય પોલીસમાં ડિટેન થયેલા 71 લોકોને રાત્રે 12 વાગ્યા સુધી ભોજન ન પૂછી આખરે રાત્રિના 1 વાગ્યે તેઓને છોડવામાં આવ્યા હતા. - Divya Bhaskar
ગ્રામ્ય પોલીસમાં ડિટેન થયેલા 71 લોકોને રાત્રે 12 વાગ્યા સુધી ભોજન ન પૂછી આખરે રાત્રિના 1 વાગ્યે તેઓને છોડવામાં આવ્યા હતા.
 • બપોરે 1 વાગ્યે ડિટેન કર્યા બાદ રાત્રિના 1 વાગ્યે ગ્રામજનો જામીન પર છૂટ્યાં

જલાલપોર તાલુકાના તવડી ગામમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ગામના 71 લોકોને કલેકટરની હઠને કારણે પોલીસે ડિટેન કર્યા હતા. ગ્રામ્ય પોલીસમાં ડિટેન થયેલા 71 લોકોને રાત્રે 12 વાગ્યા સુધી ભોજન ન પૂછી આખરે રાત્રિના 1 વાગ્યે તેઓને છોડવામાં આવ્યા હતા. જલાલપોરનાં તવડી ગામે સરપંચ અને તલાટી દ્વારા ગામના તળાવોમાંથી માટી ઉલેચીને 15 કરોડની માટીની રોયલ્ટીની રકમ ગ્રામ પંચાયતમાં જમા ન કરાવતા તેની પાસે ગ્રામજનોએ હિસાબ માંગ્યો હતો. આ બાબતે નવસારી જિલ્લા કલેકટર, ડીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ માસથી વારંવાર રજૂઆત બાદ પણ કોઈ જવાબ ન મળતા આખરે કલેકટરને રૂબરૂ મળવા આવતા કલેકટરે મુલાકાત ન આપી અને 3 કલાક બાદ પોલીસને બોલાવીને 71 ગ્રામજનોને ડિટેન કરવામાં આવ્યા હતા.

તમામને ગ્રામ્ય પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસે તેમને પાણીની સગવડ કરી આપી હતી પરંતુ જમવાની કોઈપણ સુવિધા આપી ન હતી. ગ્રામજનોને બપોરે 1 વાગ્યે ડિટેન કર્યા બાદ મોડી રાત્રે 1 વાગ્યે કાયદેસરની કાર્યવાહી બાદ જામીન પર છોડવામાં આવ્યા હતા. મોડી રાતે ગ્રામજનોને જમવાનું ન પૂછયુ હોવાનું કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું. જોકે આ બાબતે પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે તેઓએ બહારથી વડાપાવ અને ખાવાની વસ્તુઓ મંગાવી હતી અને પાણીની વ્યવસ્થા પોલીસ મથકેથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોની અટક કરી પોલીસે તેમને જમવાનું પણ ન પૂછતાં માનવતા ભૂલી હોવાનુ ચર્ચાઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો