ખાતમુહૂર્ત:જલાલપોર વિધાનસભાના 5 ગામના બિસ્માર રસ્તાનું નવિનીકરણ કરાશે

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્તાનું ખાતમુહૂર્ત કરતા આર.સી.પટેલ - Divya Bhaskar
રસ્તાનું ખાતમુહૂર્ત કરતા આર.સી.પટેલ
  • 2.22 કરોડના ખર્ચે બનનારા રસ્તાના કામોનું MLA પટેલે ખાતમુહૂર્ત કર્યું

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે જલાલપોર વિધાનસભા વિસ્તારમાં અનેકવિધ વિકાસલક્ષી કામો કરી જલાલપોરની કાયાપલટ કરી છે. હાલ કેટલાક ગામોના રસ્તાઓ જર્જરિત થતાં તેને નવા બનાવવા લોકમાંગ ઊઠી હતી. લોકમાંગને ધ્યાને લઈ આર.સી.પટેલે તેમના મત વિસ્તારના માંદરિયા, માછીવાડ, કનેરા, ખરસાડ તથા કરોડ જેવા પાંચ ગામના રસ્તાના કામોને મંજૂર કરાવ્યા હતા.

જેની ખાતમુહૂર્તવિધિ આર.સી.પટેલે ગુરૂવારે જિલ્લા પંચાયતના બાંધકામ ખાતાના ચેરમેન દીપાબેન પટેલ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ રોશનીબેન પટેલ, ઉપપ્રમુખ મિનેષ પટેલ,કારોબારી અધ્યક્ષ રણધીર પટેલ સહિત તા.પં.અને જિ.પં.સદ્સ્યો તેમજ જે તે ગામના સરપંચો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે કરતાં આ ગામોના લોકોમાં આનંદની લહેર પ્રસરી છે.

આર.સી.પટેલે ગુરૂવારે સુલતાનપુરમાં રૂ. 32.50 લાખના ખર્ચે બનનાર સુલતાનપુર માંદરિયા ફળિયા વિલેજ રોડ,માછીવાડ (ઓંજલ)માં રૂ. 87.50 લાખના ખર્ચે બનનાર ઓંજલ (માછીવાડ) બંદર પ્રોટેકશન વોલથી દીવાદાંડી જોઈનીંગ રોડ, કનેરા ગામે રૂ. 24 લાખના ખર્ચે બનનાર કનેરા-વાડી રોડ, ખરસાડ ગામે રૂ. 34.50 લાખના ખર્ચે બનનાર ખરસાડ ગોવન તળાવ રોડ તેમજ કરોડ ગામે રૂ. 44 લાખના ખર્ચે બનનાર નાની કરોડથી અંચેલી રોડ મળી કુલ રૂ. 222.50 લાખના રસ્તાના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા.

આ પ્રસંગે જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ વિજય પટેલ, ઉપપ્રમુખ અજય પટેલ, રાજેષ ટંડેલ, મહામંત્રી દિપેશ પટેલ, તા.પં.સદસ્ય પ્રકૃતિબેન પટેલ, ક્રિષ્ના ટંડેલ, તૃપ્તિ ટંડેલ, હિરેન પટેલ, ધર્મેશ પટેલ જિ.પં.સદસ્ય બળવંત હળપતિ તથા શંકર રાઠોડ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...