દિવાસા પર્વની ઉજવણી:દાંડીવાડમાં 100 વર્ષથી માનતાનાં પર્વ તરીકે ઢીંગલાબાપાની પ્રતિમાની શોભાયાત્રા નીકળે છે

નવસારી14 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
નવસારીમાં ઢીંગલાબાપાની શોભાયાત્રાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
નવસારીમાં ઢીંગલાબાપાની શોભાયાત્રાની ફાઇલ તસવીર.
  • બે વર્ષ બાદ ગુરુવારે ઢીંગલા બાપા નવસારીના રાજમાર્ગો પર નીકળશે

નવસારીમાં શહેરમાં છેલ્લા 100થી વધુ વર્ષથી આદિવાસી હળપતિ-રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ધામધુમથી રંગેચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઢીંગલાબાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડે છે. કોરોના મહામારીને કારણે ઢીંગલાબાપાની શોભાયાત્રાનું આયોજન સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું. હવે છૂટછાટ મળતા ઢીંગલાબાપાની શોભાયાત્રા આ વર્ષે ધામધુમથી અને રંગેચગે ઉજવવામાં આવશે.

નવસારીના દાંડીવાડમાં છેલ્લા 100થી વધુ વર્ષથી ઉજવાતા ઢીંગલાબાપાનો તહેવાર લોકવાયકા અને માનતા તરીકે ઉજવણી થાય છે. જેમાં 110 વર્ષ પહેલા પ્લેગ કે કોલેરા જેવા રોગની મહામારીના પગલે માનવના આકારની પ્રતિમા બનાવીને તેનો ભોગ ધરાવો અને તેની લગ્નમાં જે વિધિ કરે તેવી ત્રણ દિવસ સુધી વિધિ કરવામાં આવે છે. ઢીંગલાબાપાને પીઠી ચોળવીઅને શાંતકની વિધિ પણ કરવામાં આવે છે અને આગલી રાત્રિએ ભજનનો ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે.

દિવાસાનાં દિવસે ઢીંગલાબાપાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમાં બહેનો પણ જોડાય છે અને લગ્નના ગીતો ગાય છે, જેમાં ઢીંગલાબાપા જોઈને જજો... ખારા પાણીમાં ચોર છે. જેવા જુના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રા કહારવાડ-ગોલવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડ આવેલી દક્ષિણી પૂર્ણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ છેલ્લા 100થી વધુ વર્ષથી કરાય છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી શોભાયાત્રા નીકળી ન હતી અને સાદાઈથી ઢીંગલાબાપાનું વિસર્જન કરાયું હતું. આ વર્ષે દાંડીવાડમાં મેળાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...