બ્લાસ્ટ કેસમાં વધુ એકની ધરપકડ:વાંસદામાં પૂર્વ પ્રેમીએ જ ટેડી બિયર દ્વારા ધડાકો કરાવ્યો હોવાનો ખુલાસો, ડિટોનેટર આપનારા શખ્સની અટકાયત કરાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ક્વોરીમાં એકાઉન્ટન્ટ હતો, જેથી તેને ડિટોનેટર બ્લાસ્ટ કરવાની માહિતી હતી

વાંસદાના મીંઢાબારીમાં ગિફ્ટમાં બ્લાસ્ટ કરવાની ઘટનામાં અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ગિફ્ટ દ્વારા ધડાકો રાજુ પટેલ દ્વારા જ કરવામાં આવ્યો હોવાનો અને અન્ય શખ્સ મહેશ દ્વારા આરોપીને ડિટોનેટર આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેને પગલે પોલીસે પૂર્વ પ્રેમી રાજુ પટેલની સાથે મહેશની પણ ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મીંઢાબારીમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરવા માટે ડિટોનેટર બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જેનો ભોગ પ્રેમિકાની નાની બહેનનો પતિ અજાણતામાં બની ગયો હતો. રાજુ પટેલ નામના શખ્સે પોતાની પ્રેમિકા જાગૃતિને મારવા માટે ડિટોનેટર ટેડીબિયરમાં મૂકીને ગિફ્ટ તરીકે મોકલ્યું હતું. રાજુ પટેલે આરતીનો સંપર્ક કરીને તેણે ગિફ્ટ આરતીના પતિને આપવા માટે કહ્યું હતું અને ટકોર કરી હતી કે જાગૃતિને ન કહેતાં કે આ ગિફ્ટ મારી છે નહીં તો તે સ્વીકારશે નહીં. લગ્ન બાદ જ્યારે લતેશ ગાવિત ટેડી બિયરને ચાર્જ કરવા ગયો ત્યારે બ્લાસ્ટ થયો હતો અને જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

રાજુ પટેલ ક્વોરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેથી તેને ડિટોનેટરને કેવી રીતે બ્લાસ્ટ કરવો તે અંગેની માહિતી હતી. માટે તેને ખૂબ સરળતાથી બ્લાસ્ટ કરીને જાગૃતિની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ અંગે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે પ્રેમી રાજેશ અને ડિટોનેટર આપનારા મહેશની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે.જે. ક્વોરી દ્વારા ડિટોનેટર આપીને ગુનો કરવામાં આવ્યો છે. ડિટોનેટર ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેને મૂકવા અને લાવવા માટે ખૂબ કાળજી રાખવાની રહેતી હોય છે. ડિટોનેટર અને ક્લોઝર અલગ અલગ સ્થળે મુકવું જરૂરી છે, તેમજ ટ્રાન્સપોર્ટેશન પણ અલગ કરવાનું હોય છે. આ સમગ્ર ઘટનામાં ક્વોરીના સંચાલક સામે પણ ગુનો નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...