તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતા ઢોર:નવસારી શહેરમાં ગાય આડે આવી જતા યુવાનએ જીવ ગુમાવવા છતાં, શહેરમાં ઢોરની સમસ્યા યથાવત

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારીના વિજલપુર શહેરમાં રહેતો 25 વર્ષીય મયુર પાટીલ મિત્રો સાથે એરું રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તેવામાં ગાય આડે આવી જતા અકસ્માત થયો હતો અને પરિવારના એકનો એક પુત્ર મયુરને ગુમાવ્યો હતો, ત્યારે આ સમગ્ર અકસ્માતની ઘટના રખડતા ઢોરને કારણે બનવા પામી છે, ત્યારે છેલ્લા અનેક વર્ષોથી નવસારી શહેરમાં મુખ્ય સમસ્યાઓની લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે રહેલી ઢોરની સમસ્યા હજુ પણ ઉકેલાઈ નથી. જેને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અનેક શહેરીજનો સારવાર લઈને તેનો ભોગ બની ચૂક્યા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને આ રખડતા ઢોરની સમસ્યા વર્ષો બાદ પણ ઉકેલાઈ નથી.

રાજમાર્ગો પર ઢોરરાજ

રોડ રસ્તા અને રાજમાર્ગો પર અડ્ડો ઝમાવીને બેસી રહેતા રખડતા ઢોરને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ જાણે માથા પર કફન બાંધીને પસાર થતા હોય તેમ તેમના માથે સતત અકસ્માતનો ખતરો લટકતો રહે છે ત્યારે નવસારી નગરપાલિકા આવા બિનવારસી ઢોરને પકડવાની એકલદોકલ કામગીરી કરીને સંતોષ માને છે. ત્યારે આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં ઢહોલ્યું પાણીની સમસ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન હોય તો તે શહેરના રખડતા ઢોરનો છે. ત્યારે જે પણ પક્ષ સત્તામાં બેસે તેમને આ સમસ્યા ઉકેલવાનો પડકાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો