બેદરકાર તંત્ર:જિલ્લામાં અતિવૃષ્ટિથી 11હજાર ખેડૂતોને નુકસાની છતાં 50 દિવસે પણ સહાય નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતીની નુકસાનીનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
ખેતીની નુકસાનીનો ફાઇલ ફોટો.
  • તાબડતોબ સરવેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, પરંતુ ત્યારબાદ કાર્યવાહી શૂન્ય, અગાઉ 10 દિવસમાં ચૂકવણી થતી હતી

નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદ અને પુરથી ખેતીને નુકસાન થયાને 50 દિવસ થયા છતાં હજુ સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો નથી. અગાઉના સમયમાં તો તુરંત જ સહાય ચૂકવી દેવામાં આવતી હતી. 15 જુલાઈના અરસામાં નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદ તો પડ્યો હતો પણ ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડપૂર આવ્યા હતા અને પૂરના પાણી ખેતરોમાં પણ ફરી વળતા ખેતી પાકને નુકસાન થયું હતું.તાબડતોબ તંત્ર દ્વારા સરવે કરવામાં આવ્યું હતું. સરવેમાં 11 હજારથી વધુ ખેડૂતોને વધુ તો અન્ય હજારો ખેડૂતોને પણ સાધારણ નુકસાની થઈ હતી.

ડાંગર,કેળ સહિતના ફળપાક, શાકભાજી વગેરેને પણ નુકસાની થઈ હતી. આમ તો અગાઉના છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદ, વાવાઝોડું વગેરે હોનારતની સ્થિતિમાં સરકાર દ્વારા તુરંત પૈસા ફાળવી નવસારી જિલ્લામાં પણ ધારાધોરણ મુજબ ખેડૂતોને સહાય ચૂકવી દીધી હતી. જોકે આ વખતે આમ બન્યું નથી. નુકસાની થયાને આજે 50 દિવસ વીતી ગયા છે છતાં હજુ સુધી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવી નથી તથા કેટલા ખેડૂતોને કુલ કેટલી રકમ ચૂકવાશે એ અંગેનો નિર્ણય પણ હજુ લેવાયો નથી.

ખેતી સિવાયના વિભાગને પણ કરોડોની નુકસાની
પૂર, વરસાદના કારણે ખેતી ઉપરાંત અન્ય વિભાગોને પણ નુકસાની થઈ હતી. જેમાં વીજ કંપની, માર્ગ મકાન, નગરપાલિકા સહિતના અન્ય વિભાગોનો પણ સમાવેશ થાય છે. આ વિભાગોની નુકસાનીનો રિપોર્ટ પણ સરકારમાં ગયો છે.

સહાયની ચૂકવણીના આંકને લઈ વિલંબ?
અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવામાં થઈ રહેલ વિલંબ અંગે તર્કવિતર્કો થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ સરકારના સહાયના નિર્ધારિત ધારાધોરણ મુજબ તો 4 કરોડ જેટલી નુકસાની ચૂકવણી પડે છે પરંતુ ઓછી નુકસાનીવાળાને પણ સહાય ચૂકવાય તો આંક વધી શકે છે. કેન્દ્રના ગૃહ વિભાગની પણ ટીમ નુકસાનીની માહિતી મેળવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...