હાલાકી:વરસાદના વિરામ છતાં હાઇવે પર ખાડાની પરિસ્થિતિ જૈસે થે

ખારેલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ને.હા.નં.48 પર ખાડાથી વાહનચાલકો પરેશાન

નેશનલ હાઈવે નં. 48 પર હાલમાં પડી ગયેલ ભારે વરસાદને લઈને નાના-મોટા ખાડાઓ પડી ગયા હતા. જે ખાડાઓનું રિપેરીંગ કામ વરસાદના વિરામ છતાં જૈસે થે રહેતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળે છે. તંત્ર જેવું કંઈ નથી એવું લાગી રહ્યું છે. વાહન ચાલકોના વાહનનોમાં પણ આ ખાડાને લઈને નુકસાન થઇ રહ્યું છે.

ને.હા.નં. 48 પર નવસારીથી ચીખલી સુધીમાં અનેક ઠેકાણે ખાડાઓ પડી ગયા છે. આ ખાડામાં કેટલાય નાના મોટા અકસ્માતો દ્વિચક્રી વાહનચાલકોને નડ્યાં છે. આ હાઇવેમાં આવતા દરેક ઓવરબ્રિજ ઉપર પણ મસમોટા ખાડાઓ જોવા મળે છે. હાલમાં કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં આ હાઇવે પર એક ખાડો પુરવામાં આવ્યો નથી.

હાઇવે પર પેટ્રોલિંગ જીપ અને ટ્રેક્ટરમાં ખાડા પુરવાનું મટિરિયલ્સ લઈને નીકળે તો છે પણ ખાડા પૂરતા નથી. 27મી જુલાઈના રોજ તો જીપ અને ટ્રેક્ટર બોરીયાચ ગામમાં જવાના રસ્તા પર પાર્ક કરી બે-ત્રણ કલાક બેસી રહેલા જોવા મળે છે. ટોલટેક્ષ ઉઘરાવવામાં મસ્ત રહેતા અધિકારીઓને પણ આ ખાડા દેખાતા નથી. વારંવાર અન્યાય સામે ઝંડો ઉઠાવતા રાજકારણીઓ પણ આ બાબતે મૌન છે જે આમ જનતા માટે અકળાવનારું છે. તંત્ર આ બાબતે યોગ્ય કરે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...