તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:નવસારીમાં પવનનું જોર વધ્યું છતાં ગરમી યથાવત

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઘટયું
  • પવનની દિશા બદલાતા વંટોળીયો ફૂંકાયો

નવસારીમાં તા.25 મેનાં રોજ મહતમ તાપમાન 40 ડિગ્રી નોંધાયા બાદ મંગળવારે તેમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો અને પવનનું જોર પણ વધ્યું હતું, પણ ગરમી યથાવત રહેવા પામી હતી. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં આબોહવા વિભાગ ખાતેથી માહિતી મુજબ મંગળવારે મહતમ તાપમાન 37 ડિગ્રી અને લગુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું.જેમાં હવામાં ભેજ સવારે 85 ટકા યથાવત રહેવા પામ્યો જ્યારે બપોરે તેમાં ઘટાડો થતા 55 ટકા રહેવા પામ્યો હતો.

જ્યારે પવનની દિશા પણ બદલાતા પવનનું જોર વધવા પામ્યું હતું અને બપોરે વંટોળીયા ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. 6.4 કિમીની પ્રતિ ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફ પવન ફુંકાયો હતો. પવનની ગતિમાં નોંધનીય વધારો થવા છતાં દિશા બદલાય હોય ગરમીમાં રાહત જોવા મળી ન હતી. માત્ર એક દિવસમાં તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યું છતાં ગરમીમાં રાહત થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...