નવસારીના જલાલપોર વિસ્તારમાં વરસાદી કાસમાં ગટરના પાણી અંગે ગંભીર ફરિયાદને પગલે સોમવારે ડેપ્યુટી કલેકટરે સ્થળ મુલાકાત લઈ પાલિકાને કડક સૂચના આપી હતી. નવસારીના ઘેલખડી તથા અન્ય વિસ્તારના ગટરનું પાણી વરસાદી કાસમાં જઈ જલાલપોર વિસ્તારમાં જવાના કારણે જલાલપોરની હાલત બગડી ગઈ છે.
આ બાબતની ફરિયાદ વોર્ડ-1 ની કાઉન્સિલર કેયુરી દેસાઈ એ પણ કલેક્ટરમાં કરી હતી, જેના પગલે અગાઉ કલેક્ટરાલય અને પ્રાંત કચેરીએ પાલિકાને પગલાં લેવા જાણ કરી હતી. જોકે સમસ્યાની ગંભીરતાને લઈ ડેપ્યુટી કલેકટર રાજેશ બોરડ એ સોમવારે સ્થળ મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન પાલિકાના અધિકારી, અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ડેપ્યુટી કલેકટરે સમસ્યા હલ કરવા પાલિકાના સત્તાધિશોને કડક સૂચના આપી હોવાની જાણકારી મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.