તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ પર દબાણ:ફી નહીં ભરો તો શિક્ષણથી વંચિત,વાલીઓ ચિંતિત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં છાત્રોની ફી બાકી રહેતા ખાનગી શાળાના સંચાલકોનું વાલીઓ પર દબાણ

નવસારી જિલ્લામાં કોરોના કાળમાં વિવિધ ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. વાલીઓની આર્થિક સ્થિતિ નબળી બનતા શાળાની ફી ભરી શકાઈ ન હતી. શાળા સંચાલકોએ આવા વાલીઓને ફોન પર ફી અંગે દબાણ કરતા વાલીઓની સ્થિતિ કપરી બની છે.

નવસારી જિલ્લામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ગત વર્ષની ફી ભરવા અસમર્થ હતા. તેમના નામ કેટલીક ખાનગી શાળાના ઓનલાઇન શિક્ષણમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે અને જ્યાં સુધી ફી નહીં ભરશે ત્યાં સુધી તેમના નામ ગ્રુપમાં પાછા જોડવામાં આવશે નહીં તેવી ચેતવણી તેમના વાલીઓને આપવામાં આવી છે.

આવી સ્થિતિમાં કોઈ બાળક કે તેમના વાલીઓ ડિપ્રેશનમાં આવી કોઈ અવિચારી પગલું ભરશે તો તેની જવાબદારી સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષણ અધિકારી કે સરકાર લેશે ? એ પ્રશ્ન ઉભો થયો છે. કોરોનાના મહામારીમાં જ્યારે સરકારે પણ પ્રમોશન આપી બાળકોને પાસ કર્યા છે ત્યારે બાળકોના માબાપે ફી ભરવા બે-ત્રણ મહિનાની મુદત માંગી છે ત્યારે શાળા દ્વારા તમે ફી ભરી દેશો તો તમારા બાળકના નામ અભ્યાસ ગ્રુપમાં જોડવામાં આવશે.

વાલીઓએ લેખિતમાં રજૂઆત કરવી જોઈએ
જે વાલીઓને તકલીફ છે, તેઓ શાળામાં જઇ લેખિતમાં રજૂઆત કરી શકે અને તે બાબતે શિક્ષકોની કમિટી બનાવી વાલીઓની પરિસ્થિતિ કેવી છે તે રૂબરૂ જઇને તપાસ કરે અને હકીકત સાચી હોય તો રાહત આપવામાં આવે અને ખોટી વાત બહાર આવે તો તેમણે ફી ભરી દેવી જોઈએ. > મનોજ જીવાણી પ્રમુખ, સ્વનિર્ભર શાળા મંડળ, નવસારી.

સરકાર દ્વારા 25 ટકા ફી માં રાહત આપી છે
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. આ વર્ષે પણ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી છે. વાલીઓને મુશ્કેલી ન પડે તે માટે બાળકોનું અભ્યાસકાર્ય નહીં બગડે તે માટે શાળા સંચાલકોને તાકીદ કરીશું. > રોહિત ચૌધરી, શિક્ષણાધિકારી, નવસારી.

અન્ય સમાચારો પણ છે...