પતંગોત્સવમાં નિરૂત્સાહ:નવસારીના પતંગ બજારમાં મંદીનો માહોલ

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે તૈયાર ફીરકીના 2500 વારના રૂ. 400 અને 5000 વારના રૂ. 750ના ભાવ બોલાતા ગ્રાહકીમાં ફટકો

નવસારીમાં ચાલુ વર્ષે પણ મંદીનું ગ્રહણ પતંગ અને દોરીના ધંધાને લાગ્યું છે. આ વર્ષે કાગળ અને દોરીના ભાવમાં વધારો થવાના કારણે વેપારીઓએ માલ ઓછો ભરાવ્યો હતો. જિલ્લામાં દર વર્ષે ઉત્તરાયણ પર્વે 40 થી 50 લાખનું ટર્ન ઓવર થાય છે. છેલ્લા બે દિવસમાં પતંગ અને દોરીનું વેચાણ વધશે એવી વેપારીઓમાં આશા છે. હવામાન વિભાગ તરફથી પ્રતિ કલાકે 10 કિમીની ઝડપે થવાની પવન ફૂંકવાની આગાહીને પગલે પતંગ રસિયાઓમાં આનંદ ફેલાયો છે.

બે વર્ષ બાદ આ વરસે દોરી-પતંગના ભાવમાં વધારો થયો છે, જેના લીધે લોકો ખરીદી માટે જે પહેલાના વર્ષોમાં ખરીદવા આવતા હતા તેમાં ઘટાડો નોંધાયો છે. 12મી જાન્યુઆરીએ બપોર સુધી એકલદોકલ ગ્રાહકો દોરી-પતંગ ખરીદતા જોવા મળી રહ્યાં હતા. હાલમાં તૈયાર ફીરકીનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ વર્ષે તૈયાર ફીરકીના 2500 વારના રૂ. 400 અને 5000 વારના રૂ. 750ની માંગ વધુ છે. જેમાં સાંકળ-8 પ્લેટીનન, સુપ્રિમ પાંડા બોબીનના ખરીદદારો નીકળ્યા છે. પતંગમાં બરેલી,જયપુરી પતંગનો ક્રેઝ વધુ છે.

જ્યારે તૈયાર પતંગમાં 50 નંગના રૂ. 330 અને 20 નંગ કન્ના બાંધેલા રૂ. 200ના ભાવે વેચાઈ રહ્યાં છે.પતંગ-દોરાના વિક્રેતાઓ પણ મંદીનો માહોલ અને લોકોને તહેવારો પ્રત્યે ઘટતો ક્રેઝ પણ દોરી પતંગના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું જણાવી રહ્યાં છે. જોકે મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ ગ્રાહકો પતંગ-દોરા ખરીદવામાં ઘરાકી નીકળશે એવી વિક્રેતાઓ આશા માંડી રહ્યાં છે.

તલ-મમરાના લાડુ, ચીકીના ભાવમાં પણ વધારો
ઉત્તરાયણ પર્વે ઘણાં લોકોમાં તલના લાડુ-ચીકી ખાવાનો ક્રેઝ હોય છે. હવે લોકો પાસે સમય નહીં હોય અને તલ અને ગોળનાં ભાવમાં વધારો થવાને કારણે ઘરે બનાવવાને બદલે તૈયાર લાડુ અને ચીકી દુકાનો પરથી ખરીદી કરતા હોય છે. હાલમાં તૈયાર તલના લાડુ રૂ. 120ના500 ગ્રામ અને ચીકી રૂ. 20થી લઈને રૂ. 100 સુધીની વેરાયટીઓ લોકો હોંશથી ખરીદી રહ્યાં છે. ચાલુ વર્ષે તલ, મમરામાં પણ ભાવવધારાની અસર જોવા મળી રહી છે.

ઘાયલ પશુ-પક્ષીઓ માટે કરૂણા રથ,એનિમલ સેવિંગની ટીમ તૈયાર
નવસારીમાં ઉત્તરાયણ પર્વે ઘાયલ થયેલ પક્ષીઓ માટે સરકારની કરૂણા એમ્બ્યુલન્સ,શા ંતાદેવી રોડ પર કરૂણા સેવા,એનિમલ સેવિંગનાં સભ્યો વિજલપોર શિવાજીચોકમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપશે.

તૈયાર ફીરકીમાં પુષ્પા, બાહુબલી, IPLની નવી બ્રાન્ડ
ઉત્તરાયણમાં દર વર્ષે નવી વેરાયટી આવે છે. જેમાં આ વર્ષે પુષ્પા, બાહુબલી, આઈપીએલ જેવા નામની તૈયાર શિવમ નડિયાદી માંજાની ફીરકીની નવી બ્રાન્ડ આવી છે. ઉત્તરાયણનાં પર્વે આકાશમાં બેટી બચાવો બેટી વધાવો જેવા સામાજીક જાગૃતિને લગતા પતંગો તથા બાળકોને પ્રિય મોંટુ-પતલું,ડો રેમોન, શીનચેન, બાર્બી, શિવા, સ્પાઈડરમેન ચિત્રોવાળા પતંગોની માંગ હતી.

તો પબજીવાલા પતંગ પણ બજારમાં નવા આવ્યા અને બરેલી ચીલ ખંભાતી પતંગ રૂ. 200 માં 50 નંગ આવતા હોય તેની માંગ પણ વધુ છે. અમે જાતે જ પતંગ 50, 20 નંગમાં બાંધી વેચાણ કરી રહ્યાં છે. - હર્ષિત શાહ, વેપારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...