વિરોધ પ્રદર્શન:ઉત્તરપ્રદેશમાં ધર્મગુરુની અટક કરાતા નવસારીમાં મુસ્લીમ સમાજનું પ્રદર્શન

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવતા હોવાની અદાવત રાખી બે મુસ્લિમ ધર્મગુરૂની પોલીસે અટક કરતા નવસારી મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના યુવાનો અને મહિલાઓ જોડાઈને પ્લેકાર્ડ બતાવીને વિરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉલેમાએ ઇસ્લામના બે ધર્મગુરૂ ઉપર ધર્મપરિવર્તન કરાવતા હોવાનો ગુનો દાખલ કરી તેમની અટક કરવામાં આવી છે.

જેમની અટક થતા મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. નવસારી મુસ્લિમ સમાજના 40થી વધુ યુવાનો અને મહિલાઓ દ્વારા યુપી સરકારનો વિરોધ કરવા મન્નત એપાર્ટમેન્ટ વિરાવળ પાસે બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં મોહમ્મદ ફકીર મંગેરા, આરીફ ટિબલિયા સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...